તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઇનોવેશન:પારૂલ યુનિવર્સિટીને ઇનોવેશન અને આંત્રપ્રેન્યોરશિપ માટે 4.5 સ્ટાર મળ્યા

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારૂલ યુનિવર્સિટીને ઇનોવેશન અને આંત્રપ્રેન્યોરશિપ માટે ઓળખ મળી છે. ઇન્સિટીટ્યુશન ઇનોવેશન કાઉન્સિલના વાર્ષિક રેકિંગમાં પારૂલ યુનિવર્સિટીની સ્થાન મળ્યું છે. કાઉન્સિલ દ્વારા પારૂલ યુનિવર્સિટીને આંત્રપ્રેન્યોશિપની ફિલ્ડમાં 4.5 સ્ટારનું રેકિંગ આપવામાં આવ્યું છે. જેની જાહેરાત શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંક દ્વારા કરવામાં આવી છે. ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન સાશે મળીને કરવામાં આવેલી આ પહેલ છે. જેનો હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રોત્સાહિત તેમજ એડવાન્સ ઇનોવેટીવ પ્રેક્ટિસ વધારવાનો છે. પારૂલ યુનિવર્સિટી દ્વારા તેની શ્રેષ્ઠ ઇનોવેશન પ્રેક્ટિસના કારણે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો માટે એક ઉત્તમ કાર્યશ્રેત્ર બની રહી છે. યુનિવર્સિટીની ઇનોવેશન માટેની ખાસ પોલિસીના કારણે યુનિવર્સિટીની 100 માંથી 93.33 ગુણ પ્રાપ્ત થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો