સન્માન સમારોહ:પારુલ યુનિવર્સિટીમાં PUમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા પ્રમુખનું સન્માન, દેશભરના સભ્યોએ હાજરી નોંધાવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એસોસિયેશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા પ્રમુખનું સન્માન કર્યું - Divya Bhaskar
એસોસિયેશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા પ્રમુખનું સન્માન કર્યું

પારુલ યુનિવર્સિટીએ તાજેતરમાં 16મી એપ્રિલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા પ્રમુખ ડૉ.મોન્ટુ પટેલનું સન્માન કર્યું હતું. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સમગ્ર દેશમાં ફાર્મસીના વ્યવસાય અને પ્રેક્ટિસના નિયમનની દેખરેખ રાખે છે. તે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે. આ કાઉન્સિલની નેતૃત્વ અત્યંત મહત્વ ધરાવે છે.

ડો.મોન્ટુ પટેલ પીસીઆઈના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. સન્માનની ભૂમિકા માટે ચૂંટાયેલા અને ગુજરાત રાજ્યમાંથી પ્રથમ વખત ચૂંટાયેલા સૌથી યુવા પ્રમુખ બનવાનો આ સમારોહ ખાસ હતો. એસોસિએશન ઓફ સેલ્ફ ફાયનાન્સ કોલેજ, ગુજરાત રાજ્ય દ્વારા આ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય, ડૉ. નીલીમંકા દાસ અને રેગ્યુલેશન કમિટીના અધ્યક્ષ ડૉ. દીપેન્દ્ર સિંહનું પણ સન્માન કરાયું હતું.

દેશભરમાંથી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અન્ય અગ્રણી સભ્યોએ પણ તેમની હાજરી નોંધાવીને આ અવસરને વધાવ્યો હતો. ડો. મોન્ટુ પટેલને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા અને અંતે તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમની સિદ્ધિને સ્વીકારવા બદલ એસોસિએશનના આભારી છે અને તેઓ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા પ્રમુખ તરીકે કામ કરવાનું શરૂ કરવા આતુર છે.

અન્ય સમાચારો પણ છે...