શિક્ષણ:બોર્ડેડ આઉટ કેડેટ્સને સતત શિક્ષણની તકો પૂરી પાડવા પારૂલ યુનિ.એ નેશનલ ડિફેન્સ એકેડેમી સાથે એમઓયુ કર્યુ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા સ્થિત પારૂલ યુનિવર્સિટીએ તેની સશસ્ત્ર દળોના સમર્થનની પહેલને આગળ ધપાવવા તાજેતરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, પૂણે સાથે એક એમઓયુ કર્યુ છે. જેઓ નેશનલ ડિફેન્સ એકેડમીમાં તેમના સંપૂર્ણ શૈક્ષણિક અભ્યાસક્રમને અનુસરવામાં અસમર્થ હોય તેવા કેડેટ્સને સતત શિક્ષણ આપવામાં આવશે.

નેશનલ ડિફેન્સ એકેડમી લશ્કરી તાલીમમાં શ્રોષ્ઠતાના કેન્દ્ર સાથે અંડર ગ્રેજ્યુએટ તાલીમ આપે છે. તે ટોચની ત્રિ-સેવા અકાદમીઓ પૈકીની એક છે. જે આર્મી, નેવી અને એરફેર્સના કેડેટ્સને તાલીમ આપે છે. નેશનલ ડિફેન્સ એકેડમી ત્રણ વર્ષ માટે બહુવિધ શાખાઓમાં માળખાગત તાલીમ પૂરી પાડે છે. જેમાં આઉટડોર તાલીમ અને શૈક્ષણિક સંવર્ધનનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષની વ્યાપક તાલીમ સફ્ળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, સ્નાતક થયેલા કેડેટ્સને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી બીએ, બીએસસી અને બીટેકની ડિગ્રી પ્રાપ્ત થાય છે. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ ભારતના સશસ્ત્ર દળોમાં જોડાતા પહેલા વધુ તાલીમ માટે સંબંધિત તાલીમ કેન્દ્રોમાં જાય છે. જોકે, આ વ્યાપક તાલીમ કેટલાક કેડેટ્સ પર અસર કરે છે, જેઓ નેશનલ ડિફેન્સ એકેડમી સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં પડકારોનો સામનો કરે છે.

અસંખ્ય ઉમેદવારો પોતાની અરજી પાછી ખેંચી લે છે અથવા અકાદમીની આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં નિષ્ફ્ળ જાય છે. એટલું જ નહીં ઇજાઓ/તબીબી ગૂંચવણો પછી અથવા તે પહેલાંના કારણે શૈક્ષણિક, આઉટડોર તાલીમ, ધોરણો અને પ્રોટોકોલના ક્ષેત્રોમાં પૂર્ણ કરવા માટેના જરૂરી માપદંડોને પૂર્ણપણે સંતોષવામાં સક્ષમ ન હોવાને કારણે તેઓને બહાર કરવામાં આવે છે. આવા બોર્ડ આઉટ થયેલા ઉમેદવારોને શૈક્ષણિક પુનઃ વસવાટની આવશ્યકતા ધરાવતા બહુવિધ કારણોના પરિણામે તેમના શૈક્ષણ ચાલુ રાખવામાં અસંખ્ય પડકારોનો સામનો કરવો પડે છે. જે આ એમઓયુ દ્વારા, પારૂલ યુનિવર્સિટી આવા ઉમેદવારોને અભ્યાસક્રમો ઓફર કરશે.

યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. દેવાંશુ પટેલે જણાવ્યું હતું કે, અમે દ્રઢપણે માનીએ છીએ કે ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેકનો અધિકાર છે. નેશનલ ડિફેન્સ એકેડમી જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની એકેડેમી સાથે આવો કરાર કરનારી પારૂલ યુનિવર્સિટી દેશની બહુ ઓછી યુનિવર્સિટી પૈકીની એક છે. જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. દરેક સેમેસ્ટર માટે વિશિષ્ટ એન્ટ્રીઓ સાથે, આ વિદ્યાર્થીઓને નેશનલ ડિફેન્સ એકેડમી ખાતે તેમના શૈક્ષણિક પ્રયાસો માટે ક્રેડિટ ટ્રાન્સફ્રની જોગવાઈઓ સાથે તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે તમામ જરૂરી માર્ગદર્શન અપાશે. આ લાયક તેજસ્વી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક નુકસાન અને અનિશ્ચિતતાના ભયને દૂર કરવામાં ખૂબ આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...