બેઠક:આદિવાસી પટ્ટાની 27 ધારાસભા બેઠક કબજે કરવા પક્ષની કવાયત

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ કોંગ્રેસ સમિતિના ટ્રાઇબલ સેલની બેઠકનું આયોજન
  • ગુજરાતની 27 ટ્રાયબલ બેઠક પૈકી 13 પર કોંગ્રેસના ધારાસભ્ય છે

શહેરના અલકાપુરી સ્થિત સર્કિટહાઉસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ટ્રાઈબલ સેલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પુર્વ પટ્ટીના જિલ્લાઓમાં જે આદિવાસી વિસ્તારો આવેલા છે,તે વિસ્તારોમાં આવેલી 27 વિધાનસભા બેઠકો પર હાલ 13 ધારાસભ્યો કોંગ્રેસના છે. ત્યારે બાકીની સીટ પર પણ કોંગી ધારાસભ્યો જીતે તે માટેની રૂપરેખા આ બેઠકમાં ઘડવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રાઈબલ સેલના ડો.અનીલ જોશીયારા ,પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી અને પૂર્વ મંત્રી નારાયણ રાઠવા હાજર રહ્યાં હતાં.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના એસટી સેલના ચેરમેન ડો.અનીલ જોશીયારા એ જણાવ્યું હતું કે, રવિવારના રોજ આદિવાસી સેલની મીટીંગ રાખવામાં આવી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે, ગુજરાતમાં અમારૂ સંગઠન કેવી રીતે મજબુત થાય તેનું આયોજન કરી રહ્યાં છે. આ ઉપરાંત હાલની જે સરકાર છે તે આદિવાસી વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટ લાવીને જમીનો હડપવાનું સરકારે કામ કર્યું છે. જેમાં કેવડીયા,અંબાજીમાં અથવા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય જેનાથી આદિવાસીઓને કોઈ લાભ થવાનો નથી. આ પ્રકારના પ્રોજેકટ લાવીને સરકાર આદિવાસીઓની જમીન હડપ કરી રહી છે.તેનો અમે વિરોધ કરી રહ્યાં છે.

પૂર્વ સાંસદ નારાયણ રાઠવાએ જણાવ્યું હતું કે, રવિવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના ટ્રાઈબલ સેલની મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં પૂર્વ પટ્ટીના 14 જેટલા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં જે કોંગી ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરી પણ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં ટ્રાઈબલ સેલના ચેરમેન તરફથી એક અગત્યની સુચના અપાઈ છે કે,ટ્રાઈબલ વિસ્તારમાં 27 જેટલી વિધાનસભાની બેઠકો આવેલી છે. આ બેઠકોમાં 13 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના ચુટાયેલા છે. બાકીની સીટ કેવી રીતે જીતવી તેની તૈયારી કેવી રીતે કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી.

આદિવાસી વિસ્તારોમાં રોડ,રસ્તા,વિજળી,પીવાનું પાણી અને શિક્ષણની સુવિધાઓ,શિક્ષકોની ભરતી અને તલાટીઓની ભરતી જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે આદિવાસી વિસ્તારોમાં રોડ ખરાબ થઈ ગયા છે. જે સ્કુલો ચાલતી હતી તે મર્જ કરી દિધી છે. સ્કુલોને મર્જ કરવા પાછળનો મતલબ છે કે, છોકરાઓને આદિવાસી વિસ્તારમાં ભણાવવા જ નહી. આદિવાસીના છોકરાઓ અભણ રહે તેવી નીતીઓ સરકાર દ્વારા આચરાઈ છે. આદિવાસી વિસ્તારોના દવાખાનામાં પુરતી સુવિધાઓ પણ અપાઈ રહી નથી. ડોક્ટરો,એમ્બ્યુલન્સ,દવાઓ પણ દવાખાનામાં નથી. આ તમામ નીતીઓને લઈને અમે ગામડે ગામડે ફરીશું.

અન્ય સમાચારો પણ છે...