તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસભામાં કોંગ્રેસના નેતાની શ્રદ્ધાંજલિ:કોંગ્રેસ માટે મુશ્કેલ સ્થિતિને આસાન કરવાનું નામ એટલે અહેમદ પટેલ, પાર્ટીને મોટી ખોટ પડશેઃ અધિર રંજન ચૌધરી

રાજપીપળા2 મહિનો પહેલા
લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી - Divya Bhaskar
લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી
  • લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કેવડિયામાં ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં હાજરી આપી

લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી કેવડિયામાં શરૂ થયેલી 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. જ્યાં અધિર રંજન ચૌધરીએ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અહેમદ પટેલને કોંગ્રેસ માટે મુશ્કેલ સ્થિતિને આસાન કરનાર ગણાવ્યા હતા.

કોંગ્રેસને હંમેશા તેમની ખોટ રહેશે, ખુબ મોટુ નુકસાન થશે
લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલનું નિધનને પગલે મને ખુબ દુઃખ થયું છે. અહેમદ પટેલની વિદાયને પગલે તેમના જેવા દિગ્ગજ નેતાનું ન રહેવુ એ અમારા માટે પીડાદાયક છે અને તેમની ખોટ કોંગ્રેસને હંમેશા રહેશે. અમારી પાર્ટીને ખુબ મોટુ નુકસાન થશે તે નક્કી છે. કોંગ્રેસ માટે મુશ્કેલ સ્થિતિને આસાન કરવાનું નામ એટલે અહેમદ પટેલ હતા.

અહેમદ પટેલ નેતાઓ અને કેન્દ્રીય નેતાગીરી વચ્ચે તેઓ સેતુ સમાન હતા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલને કોઇ પણ કાર્યકરો આસાનીથી મળી શકતા હતા. કોઇ નેતા કે, કાર્યકર સમસ્યા લઇને જાય તો તેમનો દરબાર હંમેશા ખુલ્લો રહેતો હતો. અમને તેની સાથે વાતચીત કરવાનું હંમેશા સહજ રહેતુ હતું. તેઓ નેતાઓ અને કેન્દ્રીય નેતાગીરી વચ્ચે તેઓ સેતુ સમાન હતા.

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અહેમદ પટેલે અંતિમ શ્વાસ લીધા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser