તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Party Video Goes Viral At 2 Places In Vadodara Night Curfew, Bootlegger's Birthday Celebrations, Youths Gather And Cut Cakes With Swords

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ:વડોદરામાં રાત્રિ કર્ફ્યૂમાં 3 સ્થળોએ પાર્ટીના વીડિયો વાઇરલ, બુટલેગરના બર્થ ડેની ઉજવણી, યુવાને ટોળુ ભેગુ કરીને તલવારથી કેક કાપી

વડોદરા2 મહિનો પહેલા
વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બર્થ ડે પાર્ટીની બે ઘટનાઓ સામે આવી છે
  • કોરોનાનો કહેર ઘટ્યા બાદ હવે લોકો કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે

કોરોનાને નાથવા માટે સરકાર અને તબીબોની અથાગ મહેનત તો કામે લાગી છે, પરંતુ, હવે લોકોની ગંભીર બેફિકરાઇ સામે આવી રહી છે. વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બર્થ ડે પાર્ટીની 3 ઘટનાઓ સામે આવી છે. જેમાં માસ્ક પહેર્યા વિના કોરોનાની ત્રીજી લહેરનો આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ કિશનવાડી વિસ્તારમાં બુટલેગરે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બર્થ ડે પાર્ટી કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે અને બીજી તરફ ગોરવા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂની ચિંતા છોડીને યુવકોએ બર્થ ડેની ઉજવણી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

વડોદરામાં કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો થયો
રાજ્ય સરકાર અને તબીબોની અથાગ મહેનત બાદ કોરોનાની બીજી ઘાતક લહેરને કાબૂમાં કરવામાં મહદઅંશે સફળતા મળી રહી છે, ત્યારે હવે લોકો શહેરમાં કોરોના છે જ નહીં તેવું માની બેફિકરાઇભર્યું વર્તન કરતા જોવા મળી રહ્યા છે. કોરોનાનો કહેર ઘટ્યા બાદ હવે લોકો કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે. હવે સામાન્ય માણસોની સાથે સાથે બુટલેગરો પણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

કોરોનાનો કહેર ઘટ્યા બાદ હવે લોકો કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે
કોરોનાનો કહેર ઘટ્યા બાદ હવે લોકો કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે

બુટલેગરે સાગરીતોની હાજરીમાં મોડી રાત્રે બર્થ ડે કેક કાપી
વડોદરાના કિશનવાડીમાં રહેતા બુટલેગર કૃણાલ કહારનો મંગળવારે જન્મદિવસ હોવાથી તેને સાગરીતો દ્વારા મોડી રાત્રે કેક કાપવામાં આવી હતી અને બર્થ ડેની કેક કાપ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એક તરફ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂની અમલવારી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ કાયદાથી બેખોફ બનીને બુટલેગરે તેના સાગરીતો સાથે મળીને રાત્રી કર્ફ્યૂના નિયમોનો ઉલાળીયો કર્યો હતો.

ગોરવા વિસ્તારમાં યુવાને બર્થ ડેની ઉજવણી કરી
બીજી તરફ ગોરવા વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ટોળુ એકત્ર થયું હતું અને રાત્રિ કર્ફ્યૂમાં એકત્ર થઇને કેક કાપી બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેની બર્થ ડે હતી તેના નામના શબ્દોની અલગ-અલગ કેક એક જગ્યાએ મૂકીને તલવારથી કાપવામાં આવી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. આ વીડિયો વાઇરલ થતાં નિયમોનો ઉલાળીયો થયાનું સામે આવ્યું હતું.

રાત્રિ કર્ફ્યૂમાં એકત્ર થઇને કેક કાપી બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો
રાત્રિ કર્ફ્યૂમાં એકત્ર થઇને કેક કાપી બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો

આજવા રોડ પર માથાભારે શખસે બર્થ ડે ઉજવ્યો વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બર્થ ડે પાર્ટીની ઉજવણીના વીડિયો વાઇરલ થયા છે. નંદુ સોલંકી નામનો માથાભારે શખસ આજવા રોડ વિસ્તારમાં રહે છે. તેના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નંદુ સોલંકી તેના મિત્ર સાથે ગુપ્તી જેવા દેખાતા હથિયાર વડે કેક કાપી રહ્યો છે અને પાછળ સંગીત વાગી રહ્યું છે. નંદુ સોલંકીની આસપાસ ઉભેલા લોકો રાત્રિ કર્ફ્યૂના નિયમોથી બેખબર રહીને બર્થ ડેની ઉજવણીમાં મશગુલ જોવા મળી રહ્યા છે.

માથાભારે શખસના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
માથાભારે શખસના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

કોરોના સામેની નાની બેદરકારી પણ જીવલેણ નિવડી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર ઘટ્યો છે. આપણે કોરોના મુક્ત થયા નથી. એક તરફ વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી વેવના સંભવિત પાસાઓને ધ્યાને રાખીને તૈયારીઓ કરી રહી છે. અને શહેરવાસીઓ કોરોનાના નિયમોને નેવે મુકીને ઉજવણીઓ કરી રહ્યા છે. કોરોના સામેની નાની બેદરકારી પણ જીવલેણ નિવડી શકે છે. પોલીસે કાયદો તોડતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. તેમ થવાની ઘટનાનું પુનરાવર્તન થવાની શક્યતામાં ઘટાડો થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...