તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુભાનપુરા-ગોરવા જવાના રસ્તે સોમવારે સવારે ચોરઆંબલા તરીકે ઓળખાતા એક વૃક્ષની વિશાળ ડાળી તૂટી પડી હતી. આ વિસ્તારમાં આ વૃક્ષ છેલ્લા 100 વર્ષ જેટલા સમયથી હતું. લોકડાઉન છતાં વૃક્ષના તૂટી પડેલા ભાગને જોવા સ્થાનિકો એકત્ર થયા હતા. પર્યાવરણવિદ ડો. જિતેન્દ્ર ગવળીએ જણાવ્યું કે, ‘ આ વૃક્ષનો ઘેરાવો લગભગ 14 ફૂટનો છે અને ઊંચાઇ 45 ફૂટ જોતા વૃક્ષની વય 100 વર્ષનું હશે તેમ કહી શકાય. આ વૃક્ષોમાં થડ તો વિશાળ હોય છે પણ ડાળીનો પણ જબદસ્ત વિકાસ થતો હોય છે. તેથી વધુ વજનને લીધે આ ડાળી પડી ગઇ હોય. આ વૃક્ષ બાઓબા તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. ગણપતપુરા ગામે 45 ફૂટના થડના ઘેરાવાવાળુ વિશાળ વૃક્ષ છે. આ વૃક્ષના થડનો પહોળો ભાગ એટલા માટે હોય છે કેમકે તેમાં પાણી ભરાયેલું હોય છે. મ.સ. યુનિ.ના પૂર્વ પ્રાધ્યાપક ડો. અરુણ આર્યે જણાવ્યું કે, આ વૃક્ષના છોડવા ગાયકવાડી શાસનમાં આફ્રિકન દેશોમાંથી લવાયાની શક્યતા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.