તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રેલવે દ્વારા અંગ્રેજોના સમયની નીતિ અપનાવી રેલવેના તમામ પાર્કિંગ બંધ હોવા છતાં જૂનથી શરૂ થયેલી ટ્રેન મુજબ ફૂટફોલના આધારે પાર્કિંગ માલિકો પાસે પૈસા વસૂલવા આદેશ જાહેર કર્યો છે.
કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા તમામ કોન્ટ્રાક્ટરો પાસેથી રૂા. ૩૦૦ના સ્ટેમ્પ પેપર પર રેલવે ફૂટફોલ મુજબ નક્કી કરે તે રકમ ભરવા તૈયાર છીએ અને કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા સક્ષમ હોવાનું લખાણ ફરજિયાત લેવાતાં નારાજગી ફેલાઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા જણાવ્યા મુજબ જો આ લખાણ ન આપે અને પૈસા ભરવા સંમતિ ન દર્શાવે તો ડિપોઝિટ રેલવે દ્વારા જપ્ત કરાશે, તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. કોરોનાને પગલે પાર્કિંગ શરૂ થવા છતાં પણ મુસાફરોની સંખ્યા ઓછી છે ત્યારે રેલવે ફૂટબોલ મુજબ કેટલી રકમ નક્કી કરશે તે પણ જણાવ્યું નથી. રેલવે સ્ટેશન ખાતે ૨૮ ઓક્ટોબર થી પાર્કિંગ પુર્વવત શરૂ થયું છે રેલવે દ્વારા જૂન મહિના સુધીનો ભાડુ માફ કરવામાં આવ્યું છે. જેથી ચાર મહિના પાર્કિંગ બંધ હોવા છતાં કોન્ટ્રાક્ટરો એ રેલવેને રકમ ચૂકવવી પડશે. રેલવે સ્ટેશન પર આવેલા સ્ટોલ અંગે નીતિ જાહેર કરવામાં આવી નથી સ્ટોલ ધારકો નું કેટલું ભાડું વસૂલ કરવું અને કઇ ગણતરીથી પૈસા લેવા તે સ્ટોલ માલિકોને જણાવ્યું નથી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.