PM મોદીની વડોદરા મુલાકાત:લેપ્રસી ગ્રાઉન્ડ અને આસપાસ 20 બસ સહિત 5570 કારનું પાર્કિંગ, હેલિપેડની વ્યવસ્થા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે વડોદરાના લેપ્રસી મેદાન ખાતે ઉદ્યોગપતિઓને સંબોધન કરવાના છે. જે માટે મેદાન અને તેની આસપાસ 20 બસ સહિત કુલ 5570 કાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિમાનોની મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. જ્યાં તેઓ ટાટા કંપનીના સહયોગથી ભારતીય વાયુસેના માટે નિર્માણ પામનારા માલવાહન સ્વદેશી વિમાનોની મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ કરશે સાથે પાંચ હજાર જેટલા બિઝનેશમેનેનો પણ સંબોધન કરશે.

વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાનની વડોદરા મુલાકાત માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગઈ છે. વડોદરા એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી બંને તરફ બેરિકેડિંગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. રોડ પરના સ્પીડ બ્રેકર હટાવી લેવામાં આવ્યા છે. તેમજ લેપ્રસી મેદાન અને તેની આજુબાજુમાં 5570 વાહન પાર્ક થઇ શકે તે માટેની વ્યવસ્થા કરાઇ છે.

કેવી છે પાર્કિંગ વ્યવસ્થા
લેપ્રસી મેદાનમાં ગોલ્ડ પાર્કિંગમાં 100 તેમજ તેની બાજુમાં સિલ્વર પાર્કિંગમાં 400 કાર પાર્ક થશે. તેની નજીકમાં જ હેલિપેડ બનાવવામાં આવ્યું છે. જ્યારે મેદાનની સામે અને આજુબાજુમાં કુલ 10 પાર્કિંગ પ્લોટ તૈયાર કરાયા છે. જેમાં 150થી લઇને 2500 કાર પાર્ક કરી શકાય છે. કુલ મળીને આ કાર્યક્રમ માટે 5570 કાર પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

PMO અને CMOના અધિકારીઓ માટે સ્ટેજ પાસે વ્યવસ્થા
વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ માટે સ્ટેજની બાજુમાં જ વ્યવસ્થા કરાઇ છે. સાથે જ વીવીઆઇપી અને મિનિસ્ટર્સ માટે પણ ત્યાં વ્યવસ્થા કરાઇ છે. સ્ટેજની બાજુમાં એક્ઝિબિશન એરિયા પણ બનાવાયો છે.