• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Parineeta Abhayam, Tired Of Being Tortured By Her Widower In Warsaw, Surrendered, Accused Involved In 10 Crimes, Including Abduction Of A Minor, Was Arrested.

વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:વારસિયામાં વિધુર દિયરના ત્રાસથી કંટાળેલી પરીણિતા અભયમની શરણે, સગીરાને ભગાડી જવા સહિત દસ ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી પરીણિતાએ જણાવ્યું કે તેમનો દિયર વિધુર છે અને કંઈ કમાતો નથી. તેમની સાસુના અવસાન પેહલા સોનાના દાગીના અને 10 લાખ રૂપિયા રોકડા પચાવી લીધા છે. તેમાં કોઈ હિસ્સો આપતો નથી. આખો દિવસ ઘરેને ઘરે રહે છે અને જ્યારે પરીણિતાએના પતિ નોકરી માટે બહાર જાય ત્યારે તક જોઈને પરીણિતા તથા તેમની દીકરીને અપશબ્દો બોલે છે અને મારું ઘર છે નીકળી જાવ તેવું કહી ઘર માંથી સમાન ફેંકી દે છે.

દિયરે ભાભીની માફી માંગી
તેથી દિયરને સમજાવવા માટે પીડિતાએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમ ટીમ દ્વારા તેમના દિયરને સમજાવવામાં આવ્યા હતા. કોઈ પણ સ્ત્રીને અપશબ્દો બોલવા તે યોગ્ય નથી તેવી સમજણ આપી હતી. તેમના દિયર પરિણીતાની માફી માંગી હતી અને હવે પછી અપશબ્દો નહીં બોલે તથા પ્રોપર્ટીમાં જેટલો હિસ્સો પરિણીતાએ લેવાનો નીકળતો હોય તે આપશે તેની બાંહેધરી આપી હતી. આમ અભયમે આ મામલે સુખ:દ સમાધન કરાવ્યું હતું.

તરસાલી હાઇવે પર ગોડાઉનમાં ચોરીના આરોપી.
તરસાલી હાઇવે પર ગોડાઉનમાં ચોરીના આરોપી.

ગોડાઉનમાં ચોરી અને સગીરાને ભગાડી જવાના કેસનો આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીટાંકી પાસેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તરસાલી હાઇવે પરના ગોડાઉનમાંથી નવા ટાયર, જેક સહિતની સામાનની ચોરી મામલે બે આરોપીને ઝડપી લીધા છે. જેમની ઓળખ છીંદનખાન પહેલવાનખાન પઠાણ (રહે. અશોકનગર હાથીખાન પાસે, વડોદરા) અને વિક્રમભાઇ લાલજીભાઇ કોળી (રહે. મુખીનગર, ખોડીયારનગર, વડોદરા) તરીકે થઇ છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિક્રમ કોળી અગાઉ કચ્છના ભચાઉમાં સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપી છે. સાથે જ ભૂજ, ગાંધીધામ, ભચાઉ, ભીમસર, અડેસર અને સામખીયાલી પોલીસ સ્ટેશનોમાં તેનીસામે દસથી વધુ ઘરફોડ ચોરીના કેસ નોંધાયેલા છે.