વિવાદ:પત્ની ફરિયાદ કરવા જાય ત્યારે પરેશ મનાવી લેતો, પછી ફરી ત્રાસ આપતો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રશિયન યુવતીના સ્પા સંચાલક પરેશ સાથે સંબંધથી નારાજ પત્નીએ પોલીસમાં બે માસ પહેલા ફરી અરજી કરી અને આખરે ગુનો નોંધાયો

શહેરમાં યપ સ્પા નામનું મસાજ પાર્લર ચલાવતા યુવકે પોતાના મસાજ પાર્લરમાં કામ કરતી રશિયન યુવતી સાથે અનૈતિક સંબંધો રાખ્યા બાદ પત્ની ઉપર શારિરીક માનસિક અત્યાચાર ગુજાર્યો હોવાની ફરિયાદ જે.પી. પોલીસમાં નોંધાઈ હતી.મહિલાએ પતિના ત્રાસનો ભોગ બન્યા બાદ 2017માં પોલીસમાં અરજી કરી હતી ત્યારે પતિએ તેની સાથે સમાધાન કરી લીધું હતું. જોકે ત્યાર પછી તેનું વર્તન બદલાઈ જતા તેને ફરીથી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું જેથી બે મહિના પહેલા મહિલાએ ફરીથી પોલીસમાં અરજી કરી હતી. બીજી તરફ રફુચક્કર થયેલા પરેશ પટેલ અને રશિયન યુવતી ના કોઈ સગડ પોલીસને મળી શક્યા ન હતા.

શહેરના અકોટા વિસ્તારમાં ક્લાસિક કોમ્પલેક્ષમાં રહેતા અને શહેરમાં અનેક જગ્યાએ યપ મસાજ પાર્લર ધરાવતાં પરેશ સુરેશભાઈ પટેલ અને રશિયાની યુવતી હન્ના ચૂકો સામે જે.પી.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. મસાજ પાર્લર ચલાવતા પરેશ પટેલે 2014ના વર્ષમાં ઇન્દોરના રાજનબાવાના સંપર્ક થી મસાજ પાર્લર માટે રશીયાથી હન્ના ચુકો અને વિકટોરીયા નામની બે યુવતીઓને બોલાવી હતી. રશીયાથી વડોદરા આવેલી હન્ના ચૂકો સાથે મહિલા ના પતિ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ અનૈતિક સંબંધો રાખી 2015માં યુવતી હન્ના ચુંકો એ બાળકને જન્મ આપ્યો હતો. પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સબંધ હોવાની જાણ થતાં મહિલા એ 2017માં પોલીસમાં અરજી કરી હતી પોલીસમાં અરજીની જાણ થતાં પતિ પરેશ પટેલ નું વર્તન બદલાયુ હતું અને તેણે મહિલાની માફી માગી યુવતીને રશીયા પાછી મોકલી દેશે તેમ જણાવ્યું હતું જેથી મહિલાએએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.મહિલા જ્યારે પણ પોલીસમાં ફરિયાદ કરે ત્યારે પતિ તેને સમજાવીને અને માફી માગીને અરજી પાછી ખેંચાવી લેતો હતો જોકે અરજી પાછી ખેંચાઈ જાય ત્યાર પછી પતિનું વર્તન બદલાઈ જતું હતું અને મહિલા પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધો હતો જેથી મહિલાએ ફરીથી બે મહિના પહેલા પોલીસમાં તેની સામે અરજી કરી હતી જેથી પોલીસે મોડેમોડે તેની સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...