તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓનો વિરોધ:વડોદરાની રોઝરી સ્કૂલે ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરતા વાલીઓએ વિરોધ કર્યો, ઓનલાઇન પરીક્ષા લેવા માગ કરી

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોઝરી સ્કૂલે ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરતા વાલીઓએ વિરોધ કર્યો - Divya Bhaskar
રોઝરી સ્કૂલે ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કરતા વાલીઓએ વિરોધ કર્યો
  • પોતાના બાળકોને પરીક્ષા આપવા માટે સ્કૂલમાં નહીં મોકલવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે

કોરોનાકાળ દરમિયાન વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી રોઝરી સ્કૂલના વાલીઓને પ્રથમ સત્રની પરીક્ષા ઓફલાઇન સ્કૂલમાં આપવા માટેની જાણ કરાતા આજે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો.

ઓનલાઇન પરીક્ષા લેવા વાલીઓની ઉગ્ર માગ
કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી રોઝરી સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની પરીક્ષા 15 માર્ચથી યોજાશે, જેના અભ્યાસક્રમ અને ટાઇમ ટેબલની સાથે પરીક્ષા ઓફલાઈન સ્કૂલ ખાતે આપવાની હોવાની જાણ વાલીઓને કરાતા વાલીઓએ રોઝરી સ્કૂલ ખાતે પ્રિન્સિપાલને પરીક્ષા ઓનલાઈન લેવા રજૂઆત કરી હતી, પરંતુ, સ્કૂલ સત્તાધિશો તરફથી યોગ્ય જવાબ ન મળતા વાલીઓ આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી કારેલીબાગ ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને ઓનલાઇન પરીક્ષાની માગ કરી હતી.

બાળકોને પરીક્ષા આપવા માટે નહીં મોકલવાની વાલીઓની ચીમકી વાલીઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરની અન્ય શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ત્યારે બારમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન યોજવી જોઇએ અને જો ઓફલાઈન પરીક્ષા યોજાશે, તો તેઓ પોતાના બાળકોને પરીક્ષા માટે નહીં મોકલે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

પરીક્ષાના નિયમો અંગે સ્કૂલ સત્તાધિશો અજાણ હોવાથી ગેરસમજ ઊભી થઈઃ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કિશોર પરમારે જણાવ્યું હતું કે, પરીક્ષાના નિયમો અંગે સ્કૂલ સત્તાધિશો અજાણ હોવાથી ગેરસમજ ઊભી થઈ છે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરીને સ્કૂલ સત્તાધીશોને જાણ કરવામાં આવી છે કે, પાંચમા ધોરણ સુધીના બાળકોની પરીક્ષા ઓનલાઈન યોજવાની છે. સાથે પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધીના બાળકોની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હોવાથી જે વાલીઓ દ્વારા સંમતિ પત્ર આપવામાં આવ્યું છે તેમના બાળકોને શાળા ખાતે ઓફલાઈન પરીક્ષા આપવાનું આયોજન કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...