• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Parents Of The Victim Said: We Have Faith In The Police, Efforts Are Being Made To Arrest The Accused, Our Daughter Will Get Justice

વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:પીડિતાના માતા-પિતાએ કહ્યું: 'અમને પોલીસ પર વિશ્વાસ છે, આરોપીઓને પકડવા પ્રયાસો થઇ રહ્યા છે, અમારી દીકરીને ન્યાય મળશે'

વડોદરા11 દિવસ પહેલા
  • પોલીસે આપઘાત કરનાર વિદ્યાર્થિનીના માતા-પિતા અને ભાઇની પૂછપરછ કરી

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં આપઘાતના કેસમાં પોલીસે આજે વિદ્યાર્થિનીના માતા-પિતા અને ભાઇની પૂછપરછ કરી હતી. આજે વડોદરા આવેલા યુવતીના માતા-પિતા અને ભાઇએ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, અમને આજે અહીં બોલાવવામાં આવ્યા હતા. શું તપાસ થઇ રહી છે, તે અમે જોયુ છે. પોલીસ આરોપીઓને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. અમને તેમની પર વિશ્વાસ છે. મારી દીકરીને ન્યાય મળશે.

મારી દીકરીને ન્યાય મળશેઃ પીડિતાના પિતા
યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, પોલીસની કામગીરી આજે અમે જોઇ છે અને અમને પોલીસ તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે. મારી દીકરીને ચોક્કસથી ન્યાય મળશે તેમ લાગી રહ્યું છે.

2 નવેમ્બરે મરોલી ટીચરને મળવા માટે ગઇ હતી
પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરની ઘટના પછી મારી દીકરી નવસારી ગઈ હતી અને 2 નવેમ્બરે મરોલી તેની ટીચરને મળવા માટે ગઇ હતી. પરંતુ, આતમહત્યાના દિવસે તે સુરત રેલવે સ્ટેશન પર દેખાઇ હતી. ત્યાર બાદ તે ઘરે આવી નહોતી.

યુવતીએ પોતાની આપવીતી પરિવારજનોને ના જણાવી
આ પહેલા યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, બહેન જ્યારે પણ ઘરે આવે છે ત્યારે તે મને ભેટી પડતી હતી પણ આ પ્રથમ વખત એવું બન્યું કે બહેને મને ભેટી નહીં અને તે મુંઝાયેલી હતી. યુવતી ઘરે આવી ત્યારે તે અરીસાની સામે જોઇને પોતાના હાથ પર ના નિશાન જોઈ રહી હતી, ત્યારે ભાઈ એ તેને પૂછ્યું કે શું થયું ત્યારે તેણે વાત ટાળી દીધી અને ઝખમ દુખતું હોવાથી ભાઈને દવા લાવવા કહ્યું હતું.

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતા ઘણા સમયથી વડોદરામાં જ રહેતી હતી
મૃતક યુવતીની વડોદરામાં નોકરી હતી. કોરોના કાળ દરમિયાન તે છેલ્લા લાંબા સમયથી પોતાના ઘરે આવી ન હતી.વર્ષ 2021માં તે ફક્ત ગણેશ મહોત્સવ દરમિયાન અને હાલ દિવાળીના તહેવારો પર જ નવસારી આવી હોવાનું જાણવા મળ્યું છે અને પરિવારજનોએ યુવતી જ્યાં કામ કરતી હતી તે સંસ્થા સામે શંકા વ્યક્ત કરી છે અને આ સમગ્ર મામલે હવે પોલીસની તપાસ પણ ઓએસિસ કંપનીની આસપાસ કેન્દ્રિત થઈ છે.