વડોદરાની અનેક સ્કૂલો FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતા પણ વધુ ફી લેવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા પેસેન્ટ્સ એસોસિએશનને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. એસોસિએશન દ્વારા આજે ગુજરાત પબ્લિક સ્કૂલ અને દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા લેવામાં આવી રહેલી વધુ ફી અંગે પુરાવા સાથે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી અને આ બંને સ્કૂલો સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
વડોદરા પેરેન્ટ્સ એસોસિએશના પ્રમુખ કિશોર પિલ્લઇએ જણાવ્યું હતું કે, આજે FRC કમિટીની બેઠક છે. અમે છેલ્લા કેટલાક દિવસથી અમે વાલીઓને મળી રહ્યા છે. અને તેઓની સમસ્યા અંગે વિગતો એકઠી કરી હતી. જેમાં સૌથી વધુ ફરિયાદ કલાલી અને છાણી ખાતે આવેલ ગુજરાત પબ્લિક સ્કૂલ અને હરણી અને કલાલી ખાતે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા FRCના નિયમનોને મૂકીને વધુ ફી વસુલ કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીમાં સરકાર દ્વારા પણ ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી છે. છતાં આ બંને સ્કૂલો દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી. તેવી રજૂઆત FRC કમિટીને કરવામાં આવી છે.
અમારી માંગણી છે કે, FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી સ્કૂલો દ્વારા લેવામાં આવે અને ખાસ કરીને દિલ્હી પબ્લિક સ્કૂલ અને ગુજરાત પબ્લિક સ્કૂલોને FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી લેવા માટે FRC સૂચના આપે અથવા તેઓ સામે અક્ષપ પબ્લિક સ્કૂલની જેમ આ સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે. આજે અમે FRC કમિટીને ફી મુદ્દે રજૂઆત કરી છે. આજે કરવામાં આવેલી રજૂઆત પછી પણ અમારી માંગ સ્વિકારમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વાલી કેતન પટેલે જણાવ્યું હતું કે, કલાલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં મારા સંતાનો અભ્યાસ કરે છે. સ્કૂલમાંથી જે ફી લેવામાં આવી રહી છે. તે ખોટી રીતે લેવામાં આવી રહી છે. FRCના નિયમો વિરૂદ્ધ ફી લેવામાં આવી રહી છે. જો કોઇ વાલી ફી ભરતા નથી તેવા વાલીઓને સ્કૂલમાંથી યોગ્ય સહકાર આપવામાં આવતો નથી. બાળકોને શિક્ષણને પણ નુકસાન કરી રહ્યા છે. અમારી એક જ માંગ છે કે, સ્કૂલ દ્વારા FRC કમિટી મુજબ ફી લેવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.