તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપશ્ચર્યા:RTEના એડમિશનની વેબસાઇટ બંધ હોવાથી વાલીઓ અટવાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓને કલાકો સુધી સાઇબર કાફેમાં બેસી રહેવંુ પડ્યું
  • વેબસાઇટ ખૂલશે તેવી આશા સાથે કલાકોનો સમય વેડફાતાં વાલીઓ નિરાશ

રાઇટ ટુ એડમિશન અંતર્ગત શાળાના પહેલા ધોરણમાં પ્રવેશ માટે સરકારની વેબસાઇટ પર પ્રયાસ કરતા સેંકડો વાલીઓને સાઇટ ઠપ રહેતા નિરાશ થવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને સાઇબર કાફે પર જતાં ગરીબ અને મધ્યમવર્ગીય વાલીઓ પણ અટવાઇ ગયા હતા.

સવારથી વેબસાઇટ www.rtegujarat.gov.in પર એડમિશન માટે વાલીઓએ પોતાના સંતાનના એડમિશન માટે પ્રયાસો કર્યા હતા પણ વેબસાઇટ બંધ રહી હતી. એટલું જ નહીં વેબસાઇટ ખુલશે તેવી આશા રાખીને કેટલાક વાલીઓ કલાકો સુધી સાઇબર કાફેમાં બેસી રહ્યાં હતા.

જ્યારે કેટલાક વાલીઓએ મોબાઇલ ફોન પર મીટ માંડીને બેઠા હતા. મકરપુરા વિસ્તારના સંદીપ નામના એક સાઇબર સંચાલકે જણાવ્યું કે, ‘ એક તરફ સ્કૂલો બંધ છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આ રીતે ઓનલાઇન એપ્લિકેશન કરવી જ માથાકૂટનું કામ હોય છે.

કેટલાક લોકોનો તો આખો દિવસ બગડ્યો હતો.’ આ એડમિશન સાથે આવકનો દાખલો, ભાડા કરારનો મેજિસ્ટ્રેટનો દાખલો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેંક અેકાઉન્ટ અને તે આધાર કાર્ડ સાથે એટેચ હોય તેની ખાતરી કર્યા બાદ એડમિશન માટે સાઇટ પર પ્રયાસ કરતા નિરાશા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ધો.1માં સંતાનોને પ્રવેશ માટે આરટીઇ હેઠળ દર વર્ષે ડીઇઓ કચેરી ખાતે વાલીઓનો માર્ગદર્શન માટે ધસારો હોય છે પણ હાલમાં કોરોનાની સ્થિતિને લીધે ઘણા ખરા વાલીઓ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...