તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વિશ્વામિત્રી નદીના નામે મેયર અને ભાજપ સંગઠનની સમાંતર બેઠકો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદી પુન: જીવિત કરવાના નામે શક્તિ પ્રદર્શન

વિશ્વામિત્રી નદીને પુનર્જીવીત કરવા માટે પાલિકામાં કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે શહેર ભાજપ સંગઠને સમાંતર બેઠકોનો દોર શરૂ કર્યો છે અને સર્કિટ હાઉસ ખાતે પર્યાવરણવિદો સાથે બેઠક કરીને જુદા જુદા સૂચનો લીધા હતા. મૈયર કે યુરોપ ઘડીયે ન્યુ કમિશનર તેમજ પાલિકાના અન્ય પદાધિકારીઓ ને સાથે રાખી પાલિકા વડી કચેરીમાં બેઠક કરી હતી અને લગભગ ચાર કલાક સુધી જુદા જુદા પાસા પર અભ્યાસ કરીને 178 કિલોમીટર ના વિસ્તારનો ડિજિટલ સર્વે કરવા પર ભાર મુક્યો હતો.

આ સંજોગોમાં શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ ધારાસભ્યો અને સંગઠનના મુખ્ય પદાધિકારીઓ વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવાનો કેટલાક સમયથી વિચારી રહ્યા હતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિશ્વામિત્રી નદીના પુનર્જીવિત માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક ભંડોળ આપવા સંમત થયા છે ત્યારે આ પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવા માટે સર્કિટ હાઉસ ખાતે ડો વિજય શાહ અને મેયર કેયુર રોકડીયાની ઉપસ્થિતિમાં પર્યાવરણવિદો અર્જુનસિંહ મહેતા,ડો.ગવલી, ડો.સંસ્કૃતિ મજમુદાર અને ડો.સ્મિતા પ્રધાન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં વિશ્વામિત્રી નદીને પુર્નજીવિત કરવા નદીની આસપાસ નિસર્ગનું નયન રમ્ય વાતાવરણ ઉભું કરવા કયા કયા પ્રકારના વૃક્ષો વાવી શકાય તે માટેના પ્રેઝન્ટેશન સાથે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...