મેયરના નામની જાહેરાત પૂર્વે 28મી ફેબ્રુઆરીએ VGLના એમડી અને કર્મચારીઓએ સમા રોડ પર આવેલા કોર્પોરેટર અને ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના બંગલા પર રેડ કરી હતી. જે મુદ્દે પરાક્રમસિંહે ભાજપ સંકલન અને સ્થાયીની બેઠકમાં VGLની રેડ અને એજન્સીને આપેલો કોન્ટ્રાકટ રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
28 ફેબ્રુઆરીએ VGLના એમડી હિતેન્દ્ર ગર્ગ અને ટીમે સમા રોડ પરના પરાક્રમસિંહના બંગલા પર રેડ કરી હતી. જેમાં દિવ્ય ભાસ્કરે નિયમ વિરુદ્ધ અને લાંબા સમયથી બિલ બાકી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પરાક્રમસિંહે કહ્યું હતું કે, રેડ કરનારનું પ્રમોશન કરી કોન્ટ્રાક્ટ અપાયો. જેની 50 ટકાના ભાગીદાર તરીકે પાલિકાને કોઈ જાણ કરાઇ નથી.
એજન્સી ઘરમાં ઘૂસીને ચેકિંગ કેવી રીતે કરી શકે? જ્યારે કોઈ ઓળખ કાર્ડ ન હોય. ગેરકાયદે રેડ કરી નામ બગાડવાનો પ્રયાસ થયો છે. સ્થાયીમાં ગેસ વિભાગના ડિરેક્ટર શૈલેષ નાયકને બોલાવી એજન્સીને કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાયો તેમ પુછતાં તેમણે કહ્યું કે 16 ફેબ્રુઆરીએ મેં સહી કરી હતી.
ભાવ-તાલ અધિકારીઓ નહીં સ્થાયી કરશે
આધારભૂત સૂત્રો મુજબ ટેન્ડરમાં લોએસ્ટ આવેલા કોન્ટ્રાક્ટર સાથે ભાવ ઘટાડવા મુદ્દે અધિકારીઓ નેગોસિએશન કરતા હોય છે. જેમાં માનીતાને જ કોન્ટ્રાક્ટ અપાવવા માટેની પેરવી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્થાયી સમિતિમાં આ મુદ્દે હોબાળો થયો હતો. જેમાં સ્થાયી સમિતિના સભ્યોએ નક્કી કર્યુ હતું કે, કોઈપણ કોન્ટ્રાક્ટરને ભાવ ઘટાડવા મુદ્દેનું નેગોસિએશન હવે અધિકારીઓ નહીં પરંતુ સ્થાયી સમિતિ જ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.