પરીક્ષા:આર્ટ્સમાં કોર્સ પૂરો થયા વગર જ પ્રશ્નપત્રો તૈયાર

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • એડિશનલ ટેસ્ટના 3 જ દિવસમાં એન્ડ સેમ પરીક્ષા
  • 17મીએ પરીક્ષા પૂરી થયા પછી 20મીએ શરૂ

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં 20 ડિસેમ્બરમીથી એન્ડ સેમિસ્ટર પરીક્ષાનો પ્રારંભ થનાર છે. પરીક્ષાના પેપર તૈયાર કરીને જમા કરાવી દીધા પણ હજુ કોર્સ પૂરો કરવામાં આવ્યો નથી. ટીવાયના વિદ્યાર્થીઓની એડીશનલ ટેસ્ટ 17 ડિસેમ્બરના રોજ પૂરી થશે. 3 દિવસ પછી એન્ડ સેમિસ્ટર પરીક્ષા આપશે.

આર્ટસ ફેકલ્ટીમાં 20 ડિસેમ્બરથી ત્રીજા વર્ષની એન્ડ સેમ પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. જેના પ્રશ્નપત્રો તૈયાર કરી અધ્યાપકોએ જમા કરાવી દીધા છે. બીજી તરફ હજુ સુધી ટીવાયનો અભ્યાસક્રમ બાકી હોવાનું જાણવા મળ્યું છે. જેના માટે વિદ્યાર્થી આગેવાનોએ રજૂઆતો પણ કરી છે. વિદ્યાર્થી આગેવાન પ્રીન્સ રાજપૂતે જણાવ્યું કે હજુ ઘણા ડિપાર્ટમેન્ટમાં અભ્યાસક્રમ પૂરો કરવામાં આવ્યો નથી.

એડિશનલ પરિક્ષા ચાલે છે તે પૂર્ણ થતાંજ 2 દિવસ પછી સેમ 5 ની પરીક્ષા લેવાશે. ટીવાયની પરીક્ષાની તારીખોમાં જ સેમ 2 ની એટીકેટીની પરીક્ષા લેવામાં આવશે. જેના કારણે વિદ્યાર્થીઓ અટવાય તેવી સ્થિતી ઉભી થઇ છે.

જેના પગલે પરીક્ષાઓ પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી છે. ફેકલ્ટીના ડીન પણ 3 દિવસથી હાજર નથી. ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા કોઇ પણ રજૂઆતો સાંભળવામાં આવી રહી નથી. ઉલ્લેખનીય છે કે 20 મી ડિસેમ્બર થી શરૂ થતી આર્ટસ ફેકલ્ટીની ટીવાયની પરીક્ષાઓ પહેલા બાકી રહેલા કોર્સ પૂરો નહિ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ હેરાન થશે.

અન્ય સમાચારો પણ છે...