તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પેપર વેસ્ટ હાઇપો સ્લજથી સિમેન્ટનો વપરાશ 30% ઘટી શકે, ટકાઉપણું વધવાની સાથે કોસ્ટ પણ ઘટશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડો.ગૌરાંગ જોશી - Divya Bhaskar
ડો.ગૌરાંગ જોશી
 • મ.સ. યુનિ. અને વિદ્યાનગરના અધ્યાપકો દ્વારા કરાયેલા સંશોધનનું તારણ

પેપર ઇન્ડસ્ટ્રીના વેસ્ટ હાઇપો સ્લજના ઉપયોગથી બાંધકામના સિમેન્ટને 30% રિપ્લેસ કરી શકાશે. હાઇપો સ્લજ વાપરવાથી ટકાઉપણામાં વધારો નોંધાયો છે.મ.સ.યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના સિવિલના અધ્યાપક ડો. ગૌરાંગ જોશી તથા વિદ્યાનગરની બીવીએમ એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપક ડો. જયેશ પિત્રોડાએ પેપર વેસ્ટ હાઇપો સ્લજને સિમેન્ટ રિપ્લેસમેન્ટમાં કેવી રીતે લઈ શકાય છે તેના પર સંશોધન કર્યું છે.

ગૌરાંગ જોશીએ જણાવ્યું કે, હાઇપો સ્લજ ગુણવત્તા અનુસાર અને 10થી 30 ટકા સુધી રિપ્લેસ કરી શકાય છે. તેનાથી કોમ્પ્રિસિવ સ્ટ્રેન્થ તથા ટકાઉપણામાં વધારો નોંધાયો છે. હાઇપો સ્લજ કોંક્રિટ મિક્સને 28 થી 90 દિવસ સુધી ટેસ્ટિંગ કરાયું હતું. હાલમાં રબર મોલ્ડ પેવર બ્લોક, રેગ્યુલર લાઈટવેટ કોંક્રિટ બ્લોકમાં હાઈપો સ્લજની અસરો પર સંશોધન ચાલુ છે. હાઇપો સ્લજ ઉમેર્યા વગર કોંક્રિટનો ભાવ રૂા. 3556 છે, જ્યારે કોંક્રિટ હાઇપો સ્લજનો ઉમેરો કરવાથી રૂા. 2870નો ખર્ચ આવે છે. આ એક કિલો પ્રમાણેનો ભાવ છે.

1 હજાર સ્ક્વેર ફૂટના બાંધકામ પર 1.27 લાખની બચત થાય

સમા વિસ્તારમાં હાઈપો સ્લજનો કોન્ક્રીટમાં ઉપયોગ કરીને મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
સમા વિસ્તારમાં હાઈપો સ્લજનો કોન્ક્રીટમાં ઉપયોગ કરીને મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

1 હજાર સ્કવેર ફૂટનું બાંધકામ, જેમાં 2 બેડરૂમ, હોલ, કિચનનું ઘર બની શકે તેમાં 5 લાખનું કોન્ક્રીટ વર્ક થાય છે. જેમાં 1.27 લાખની બચત થઈ શકે છે. સમા અરવિંદ સોસાયટીમાં આ રીતે મકાન તૈયાર કરાયું છે. મકાનની ટોટલ કોસ્ટ 22 લાખ છે. જેમાં 5 લાખ કોન્ક્રીટ વર્ક હતું. હાઇપો સ્લજ કોંક્રિટના ઉપયોગથી 1.27 લાખની બચત થઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો