સન્માન સમારોહ:સુરતના પંકજ કર્ણાવતને UKના હાઉસ ઓફ કોમર્સમાં એવોર્ડ મળ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લંડનના હાઉસ ઓફ કોમર્સમાં પીકેએમજીના પાર્ટનર અને સીએ પંકજ કર્ણાવતને ગુરુવારે સાંજે બ્રિજ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરાયો હતો. ભારતીય આંત્રપ્રિન્યોર, ઝડપથી પ્રગતિ કરતી કંપનીઓ અને મોસ્ટ ક્રિએટિવ આંત્રપ્રિન્યોરને આ સન્માન અપાયું હતું.

બ્રિજ ઇન્ડિયા અને ડબ્લ્યુબીઆર કોર્પ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં બ્રિટનની સંસદના ભારતીય મૂળના મોટાભાગના સાંસદ હાજર રહ્યા હતા. પંકજ કર્ણાવતને એમપી નવેન્દુ મિશ્રાએ એવોર્ડ આપ્યો હતો. આ કાર્યક્રમમાં એમપી વીરેન્દ્ર મિશ્રા, શૈલેશ વારા પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...