તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નવા સ્રોત ઊભા થતાં હોવા છતાં પાણી માટે પાનીપત, શહેરમાં પાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં જ મોટી ખોડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી અધ્યક્ષ આજવા દોડ્યા, અધિકારીઓ સાથે બેઠક કરી

શહેર માટે પાણી ના નવા સ્ત્રોત ઉભા કરવાની દિશામાં પાલિકાનું તંત્ર નીતનવા આયોજન કરી રહ્યું છે પરંતુ પાણી વિતરણ વ્યવસ્થામાં જ મોટી ખોળ હોવાના કારણે નાગરિકોને પૂરતું પાણી મળી રહ્યું નથી. છેલ્લા ત્રણ વર્ષમાં વિસ્તાર 158 ચોરસ કિલોમીટરથી વધીને 220 ચોરસ કિલોમીટર સુધી પહોંચી ગયો છે. જેની સરખામણીએ વસ્તી પણ 21 લાખને પાર થઈ જતા પાણીના વપરાશમાં પણ વધારો થયો છે. સત્તાધીશો તથા કોર્પોરેટરો બેઠક યોજી પાણી મુદ્દે આપદા ભોગવતા રહીશોને આશ્વાસન આપી રહ્યા છે. પરંતુ સમસ્યા નું નિરાકરણ આવી રહ્યું નથી. જેથી પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાણી પૂરું પાડવા પાલિકાએ સિંધરોટ મહીસાગર નદી માંથી નવી લાઈન મારફતે 300 એમ.એલ.ડી પાણીની આવક ઊભી કરવાનું કામ ચાલી રહ્યું છે.

જોકે તેમ છતાં પૂર્વમાં વધારાનું પાણી ડાયવર્ટ કરવાનું અથવા નવા પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવેનહી ત્યાં સુધી પાણીનો કકળાટ રહેશે તેવું માનવું છે.પૂર્વ અને દક્ષિણમાં પાણી માટે કકળાટ વધી રહ્યો છે ત્યારે તેની સમીક્ષા કરવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ આજવા ખાતે પહોંચ્યા હતા અને આજવા જળાશયની સપાટીની પરિસ્થિતિની સમીક્ષા કરી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પણ ચકાસણી કરી હતી.પાણી પુરવઠા અધિકારીઓને સાથે રાખીને કરેલી સમીક્ષા બાદ તેમણે જણાવ્યું હતું કે સાતથી આઠ એમએલડી પાણી વધુ મળેે તેવી આશા છે.

નવાપુરા વિસ્તારમાંગંદંુ અને ડહોળું પાણી આવી રહ્યું છે
પાલિકાના વહીવટી વોર્ડ નંબર 5 હેઠળના બકરાવાડી તેમજ નવાપુરાના અર્ચના એપાર્ટમેન્ટમાં પીવાનું ગંદુ અને હવે ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદ વકરી છે. કોર્પોરેટર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે ખાનગી ટેલિકોમ કંપની દ્વારા કેબલ નાખવાની ની કામ ચાલે છે ત્યારે કોઈ જગ્યાએ ભંગાણ પડવાથી આ ગંદુ પાણી આવતું હોવાનું મનાઈ રહ્યું છે.

છાણી જકાતનાકા પાસે ભંગાણ પડતાં પાણીની રેલમછેલ
શહેરના ઉત્તરે આવેલા છાણી જકાતનાકા પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણી રોડ પર રેલાયું હતું.ઉનાળામાં પાણીની તંગી પડતી હોવાની બુમો પડી રહી છે ત્યારે પાલિકાની મુખ્ય પાઇપલાઇનમાં જ ભંગાણ પડતાં જાણે ત્યાં વરસાદ પડ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.

ટૂંક સમયમાં સમસ્યા ઉકેલાશે​​​​​​​
પાલિકા દ્વારા નગરજનોની જરૂરિયાત મુજબ અને નિયમ પ્રમાણે પૂરતું પાણી અપાઈ રહ્યું છે.જોકે ઉનાળામાં પાણીનો વપરાશ વધતા પાણીની ઘટ ઉભી થાય છે. શહેરનો વિસ્તાર અને વસ્તી વધતા સિંધરોટ મહીસાગર નદીમાંથી પાણીની આવક મેળવવાનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે જે કામ ટૂંક સમયમાં પૂરુ થશે જેનો લાભ પશ્ચિમ -દક્ષિણ વિસ્તારને મળી રહેશે. - અમૃત મકવાણા, એડી.સિટી એન્જી (પા.પુ)

અન્ય સમાચારો પણ છે...