તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કલાલી અને અકોટામાં આજે સાંજે પાણીકાપ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની લાઇન શિફ્ટ કરાશે, 1 લાખ લોકો હેરાન થશે

પાણીની લાઈનની શિફ્ટિંગ કરવાની કામગીરીના કારણે ગુરુવારે સાંજે અકોટા અને કલાલી ટાંકીમાંથી પાણી મેળવતા વિસ્તારોને પાણીકાપ ભોગવવો પડશે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના નાગરિકોને દોઢ વર્ષ સુધી ગંદા પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે હાલમાં તેમાં આંશિક સુધારો થયો છે, પરંતુ સંપૂર્ણપણે ચોખ્ખું પાણી પાલિકા દ્વારા અપાતું નથી.

આ સંજોગોમાં પાલિકાની પાણી પુરવઠા વિતરણ સરકાર હસ્તકની 600 મિમી વ્યાસની મુખ્ય લાઈન આંબેડકર સર્કલથી માર્બલ આર્ટસ કોમ્પ્લેક્સ સુધી બ્રિજના ફાઉન્ડેશનમાં નડતરરૂપ હતી, જેના કારણે આ પાઈપલાઈન શિફ્ટ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ કામગીરી તાત્કાલિક કરવાની હોવાથી તારીખ 6ઠ્ઠીના રોજ સવારે પાણી વિતરણ બાદ તેની કામગીરી હાથ પર લેવાશે. જેથી અકોટા અને કલાલી ટાંકીમાંથી પાણી મેળવતા અકોટાના એક લાખ રહીશોને ગુરુવારે સાંજે પાણી મળશે નહીં. એટલું જ નહીં શુક્રવારે સવારે ઓછા પ્રેશરથી અને પાંચ મિનિટના પાણી કાપની શક્યતા સાથે મોડેથી પાણી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...