18મી એપ્રિલે ICOMOS, વર્લ્ડ હેરિટેજ ડેની યાદમાં, પારુલ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ચર એન્ડ રિસર્ચના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘હેરિટેજ સેન્સિટાઇઝેશન’ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના ડીન પ્રો. ભાગ્યજિત રાવલે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રો. રાવલે યુનિવર્સિટી દ્વારા કરાયેલી પહેલ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં અભ્યાસ પ્રવાસો દ્વારા બિલ્ટ હેરિટેજનું દસ્તાવેજીકરણ, સંશોધનપત્રોનું પ્રકાશન અને આવા વિસ્તારોના દસ્તાવેજીકરણનો સમાવેશ થાય છે.
જ્યારે ડૉ.અંબિકા પટેલે ‘કનેક્ટિંગ ધ કનેક્શન્સ’ શીર્ષક હેઠળનાં સ્મારકો અને સંગ્રહાલયો પર પુરાતત્વવિદ્, મ્યુઝિયોલોજિસ્ટ અને ઇતિહાસકાર તરીકેનો પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો હતો. આર્કિટેક્ટ, ડિઝાઇનર અને સંશોધક પ્રો. યતિન પંડ્યાએ ‘આવતીકાલની ગઈ કાલ’ વિશે સમજાવ્યું હતું. ઇલેશ વ્યાસે ‘મ્યુઝિયોલોજિસ્ટની આંખો દ્વારા વારસાનો અનુભવ કરવો’ વિષય પરના પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી અને આર્કિટેક્ચર વ્યવસાયના પ્રેક્ટિશનર પ્રો. નીરવ હિરપરાએ ‘સાંસ્કૃતિક વારસો: ક્રિએટિંગ અવેરનેસ એન્ડ એક્ટ ઓફ સ્ટેવાર્ડશિપ’ પર વક્તવ્ય આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.