• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Pandit Shivkumar Sharma Played The Santur In MSU In 2016. There Were Two Disciples Of Pandit Shivkumar In Gujarat Including Vadodara.

વડોદરા સહિત ગુજરાતમાં પં.શિવકુમારના બે શિષ્ય હતા:પં.શિવકુમાર શર્માએ 2016માં MSUમાં સંતુરવાદન કર્યું હતું, વડોદરા સહિત ગુજરાતમાં પં.શિવકુમારના બે શિષ્ય હતા

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમ્મુમાં હતા ત્યારે તબલાવાદન પણ કરતા હતા

સંતુરવાદક પં.શિવકુમાર શર્માનો વડોદરા સાથે જૂનો નાતો છે. ગુજરાતમાં તેમના બે શિષ્યો હતા. વડોદરાના યુવા સંતુરવાદક શ્યામ ભોંસલે તેમની પાસે 2007થી તાલીમ લેતા હતા. શ્યામ ભોંસલેએ જણાવ્યું કે, તેઓ ખૂબ જ મૃદુભાષી હતા પણ સંતુરના આલાપ, જોડા, ઝાલ જેવા કૌશલ્યો અને મધ્ય, વિલંબિત અને દ્રુત લય શિષ્યોને રસપૂર્વક શીખવતા હતા.

ગુજરાતમાં મારા ઉપરાંત અમદાવાદના કુંજબિહારીભાઇ નાયક શિષ્ય હતા. પંડિતજીના શિષ્યોની વિશેષતા એ હતી કે તેઓ ગુરુ પૂર્ણિમાના દિવસે ચોક્કસ તેમને મળવા જતા. હું દર ગુરુ પૂર્ણિમાએ જતો અને શિષ્યો તેમની સમક્ષ વાદન કરતા હતા. પંડિતજી ધ્યાનથી દરેકનું વાદન સાંભળતા હતા અને તેમને સૂચનો કરતા હતા. કોઇ શિષ્ય સારું વાદન કરતો હોય તો પ્રસંશા કરતા હતા.

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રો. રાજેશ કેલકરે જણાવ્યું કે, તેઓ યુનિવર્સિટીમાં છેલ્લે 2016માં દેવગંધર્વ પ્રેમપ્રિયા ફેસ્ટિવલમાં આવ્યા હતા અને તેમણે સંતુરવાદન કર્યું હતું. ત્યારબાદ બેંક ઓફ બરોડાના એક કાર્યક્રમમાં પણ તેમણે સંતુરવાદન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ જમ્મુમાં હતા ત્યારે તબલાવાદન પણ કરતા હતા. તેઓ ખૂબ જ મૃદુભાષી હતા. તેમણે ગાઇડ, સિલસિલા સહિતની કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ સંગીતવાદન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...