શહેરમાં ખોદેલા ખાડા પૂરવા સ્થાયી ચેરમેને તાકીદ કરી છે. બીજી તરફ સ્થાયીમાં વરસાદી ડ્રેનેજ લાઈન નાખવાનાં કામો મંજૂરી માટે આવ્યાં છે. રૂા.15.14 કરોડનાં કામોને મંજૂરી મળશે તો ગટર અને ડ્રેનેજનાં કામો માટે ખાડા ખોદવા જ પડશે.પાલિકા વરસાદી પાણી, ડ્રેનેજ, ગટર પ્રોજેક્ટ પાછળ 15 કરોડથી વધુનો ખર્ચ કરશે. અમિતનગર એપીએસથી માણેકપાર્ક ડ્રોપ ચેમ્બર તરફ ડ્રેનેજ પ્રેશર લાઈન નાખવા ઇજારદાર એ.કે. મેક ઇન્ફ્રાએ 21.48 ટકા વધુ 2 કરોડના ભાવ પત્રને મંજૂર કરવા સ્થાયીમાં ભલામણ કરાઈ છે.
વારસિયા રિંગ રોડ તરફ આરટીઓ એપીએસથી કલાવતી હોસ્પિટલ તરફ ટ્રેન્ચલેશ પદ્ધતિથી લાઈનના કામ અંગે 9.25 કરોડના ભાવ મુજબ ભાવપત્રને મોકલ્યું છે. સેવાસીમાં એપીએસથી નીકળતી લાઇન લંબાવવાના કામે 2.41 કરોડના ભાવપત્ર અંગે ભલામણ કરાઈ છે. ગોરવા આદર્શ ડુપ્લેક્સથી આઈટીઆઈ સુધીના રસ્તે નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઈનના કામે 1.46 કરોડના ભાવની ભલામણ કરાઈ છે. જ્યારે મકરપુરા ડેપોની પાછળ વૈકુંઠધામ સોસાયટી પાસે વરસાદી ચેનલ પર સ્લેબના કામ માટે મે. હરિસિદ્ધ કન્સ્ટ્રક્શને 1.57 કરોડનું ટેન્ડર મોકલ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.