તળાવમાં જળચર જીવોના મોત:વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓના મોત થતાં પાલિકા તંત્ર જાગ્યું, પાણીના સેમ્પલ લેવાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. - Divya Bhaskar
પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા.
  • પાણીના સેમ્પલ લઇને તપાસ માટે લેબમાં મોકલાયા, ત્રણ-ચાર દિવસ પછી પરિણામ આવશે

38 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા શહેરના સુરસાગર તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. પરંતુ, આ બ્યુટીફિકેશન જળચર જીવો માટે ખતરનાક સાબિત થયુ હોય તેવુ લાગે છે. સુરસાગર તળાવમાંથી છેલ્લા બે દિવસમાં 800થી 1000 જેટલી મરેલી માછલી મળી આવી હતી. જેને લઇ તંત્ર કામે લાગ્યુ છે. તળાવમાં મરેલી માછલીના કોથળાઓ ભરાયા હતા બાદમાં આજે પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.

વડોદરાના સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત બાદ આખરે તંત્ર જાગ્યું છે અને આજે તળાવમાંથી પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આજે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પાણીનું સેમ્પલ લેવા માટે પહોંચી હતી. તળાવમાં 5 અલગ-અલગ જગ્યા પરથી પાણીના સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે, જ્યાં માછલીઓના મોતનું સાચુ કારણ જાણી શકાશે. 5 જગ્યાએથી પાણી લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યુ છે, જેનું ત્રણ-ચાર દિવસ પછી પરિણામ આવશે.

બે દિવસમાં 800થી 1000 જેટલી મરેલી માછલી મળી આવી.
બે દિવસમાં 800થી 1000 જેટલી મરેલી માછલી મળી આવી.

પાણીના એરીયેશનની પ્રક્રિયા હોય તે બંધ કરતા પાણીનું શુદ્ધીકરણ અટકી ગયુ હતું. મળતી માહિતી મુજબ કોન્ટ્રાકરનો કોન્ટ્રાકટ રિન્યુ ન કરવામાં આવતા તળાવમાં પાણીની શુદ્ધીકરણની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે માછલીઓના મરણ થયા હતા. જ્યારે હવે પાણીના સેમ્પલના પરિણામ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બીજુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે, જ્યારથી તળાવને ફરતે સિમેન્ટનો ચણતર કરી દેવામાં આવ્યુ છે, ત્યારથી તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે.જેના કારણે માછલી અને કાચબાના મરણ થાય છે. હવે આ વધતી માછલીના મોતથી તંત્ર જાગ્યુ છે અને પાણીના સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...