નાશ:પાલિકાએ બુંદી, લાડુ, મોદકનાં 48 સેમ્પલ લીધાં, 12 વેપારીઓને શિડ્યુલ 4ની નોટિસ આપી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણેશોત્સવને અનુલક્ષી પાલિકાએ 63 દુકાનોમાં ચેકિંગ કરી 48 નમૂના લીધા હતા. ફૂડ ઇન્સ્પેક્ટરની 4 ટીમોએ તા.19થી 24 સુધી ગોરવા, સમા-સાવલી, વાઘોડિયા રોડ, મકરપુરા, માંજલપુર, અલકાપુરી, આજવા રોડ, કારેલીબાગ, દાંડિયાબજાર, ફતેગજમાંથી મોતીચૂર, બુંદીના લાડુ, મોદક, મેંદો, તેલ સહિતની બનાવટોના 48 નમૂના લીધા હતા.

24 સ્થળોએ કોરોનાની સૂચનાનું પાલન ન થતું હોવાનું ખૂલતાં તેનો અમલ કરવા તાકીદ કરી 12 વેપારીઓને શિડ્યુલ 4ની નોટિસ આપી હતી. 3 વેપારીઓને રજિસ્ટ્રેશન બાબતે નોટિસ આપી 45 કિલો ફરસાણ, માવો, ફૂડ કલરનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...