કાર્યવાહી:વડોદરામાં રખડતા ઢોર સામે પાલિકાની લાલ આંખ, બે વિસ્તારમાંથી 3 ઢોરને ડબ્બે પૂર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ રખડતા ઢોર મુદ્દે પોલીસમાં ફરિયાદ આપી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાલિકાએ રખડતા ઢોર મુદ્દે પોલીસમાં ફરિયાદ આપી છે.(ફાઈલ તસવીર)
  • ચામુંડાનગર પંચમ પાર્ક પાસેથી રખડતા 2 પશુને પાર્ટીએ પકડ્યાં

વડોદરાના વિસ્તારમાં ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના બે વિસ્તારમાંથી 3 ઢોરને કબ્જે લઇ ડબ્બામાં પુરી દીધા હતા. જયારે ઢોરને બિનવારસી હાલતમાં છોડનાર ગોપાલક સામે સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ગોપાલક વિરૂદ્ધ ગુનો નોધાયો
વડોદરા મહાનગરપાલિકા હસ્તક ઢોર ડબ્બા શાખામાં સુપ્રિટેંડેન્ટ પડે ફરજ બજાવતા ડો વિજયકુમાર પ્રાણલાલ પંચાલ સ્ટાફ સાથે શહેરમાં રખડતા પશુઓને પકડવા ટિમ લઈને તપાસમાં નીકળ્યા હતા. વાઘોડિયા રોડ પર આવેલ ચામુંડાનગર પંચમ પાર્ક પાસેથી રખડતા 2 પશુને પાર્ટીએ પકડીને લાલ બાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાની માલિકીના પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છુટ્ટા મૂકી દેતા માલિકની શોધખોળ દરમિયાન જાણવા મળેલ કે, આ ઢોર સાગર રમેશભાઈ શિંદે (રહે,મધુવન નગર, વાઘોડિયા રોડ)ના હતા. જેથી તેમની વિરુદ્ધ સુપ્રિટેન્ડટ બાપોદ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગોપાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

સમા પોલીસે ગુનો નોધ્યો
આ ઉપરાંત ઢોર ડબ્બા પાર્ટીએ સામ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા નગર પાસેથી રખડતા 1 પશુને પકડીને લાલબાગ ઢોર ડબ્બામાં પુરી દીધા હતા. ત્યારે જાહેરમાં પશુઓને છુટ્ટા મૂકી દેનાર ગોપાલક રામભાઈ ગેલાભાઇ ભરવાડ (રહે,ગોવિંદનગર સોસાયટી, સમા) વિરુદ્ધ સુપ્રિટેન્ડટે સમા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.