બેદરકારી:જીવન સાધના સ્કૂલ પાસે પંપિંગ સ્ટેશનથી હાલાકી છતાં હટાવવા મુદ્દે પાલિકા નિષ્ક્રિય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જીવન સાધના સ્કૂલ પાસે રસ્તામાં લગાવી દીધેલું પંપિંગ સ્ટેશન હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
જીવન સાધના સ્કૂલ પાસે રસ્તામાં લગાવી દીધેલું પંપિંગ સ્ટેશન હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ભૂતડીઝામ્પા રોડ પર આવેલી જીવન સાધના સ્કૂલ પાસે બે વર્ષથી પંપીંગ સ્ટેશન ખસેડવાની તસ્દી પાલિકા લઈ રહી નથી અને તેના કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે. નાગરવાડા રોડ પર બકોર પટેલ ચેમ્બર સામે જીવન સાધના શાળા ના મુખ્ય રસ્તે દબાણ કરીને મુખ્ય રસ્તે પાલિકા એ નવી ધરતી વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે બુસ્ટર પંપ મુકયો હતો. જેના કારણે જીવન સાધના,ન્યુ ઈરા ગર્લ્સ સ્કૂલ,સરકારી કાર્યાનુભવ શાળા ના બાળકો વાલીઓ શિક્ષકોને શાળા માં જવા માટે મોટી મુશ્કેલી પડે છે.

આ અંગે જીવન સાધના શાળા ના શિક્ષક હસમુખ પાઠક દ્વારા મુખ્યમંત્રી - કલેકટર ને રૂબરૂ તેમજ સ્વાગત ફરિયાદ નિવારણ માટે પણ રજુઆત કરી છે.આ અંગે પાલિકાન કાર્યપાલક ઈજનેરે લેખિત સ્વરૂપે કલેકટરને બાંહેધરી આપી હતી પણ આ વાત ને પણ બે વર્ષ થયા છતાં પણ બુસ્ટર હટાવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...