ખાડામાં મેકઅપ:ખાડોદરાનો મેકઅપ કરવા પાલિકા રૂા. 4 કરોડ ખર્ચશે, ખાડાઓ પૂરવા માટે રોડા-છારું નખાશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં છૂટાછવાયા વરસાદ માં જ રોડની ગુણવત્તા ખુલ્લી પડી છે અને ઘણા ઠેકાણે ખાડા પડી ગયા છે ત્યારે આ ખાડામાં મેકઅપ કરવા માટે રોડા છારું નાખવા 4 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તામાં ખાડા પડી ગયા છે અને તેના કારણે નાગરિકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે.

ખાસ કરીને નવો ફ્લાયઓવર જ્યાં બની રહ્યો છે તેવા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સર્વિસ રોડ પર પડી ગયેલા ખાડાના કારણે નાગરિકોને ભારે અગવડતા ભોગવવી પડી રહી છે અને આવી હાલાકી દૂર થાય તે માટે બ્રિજ વિભાગે જે તે કોન્ટ્રાક્ટરને ખાડા પૂરવાની સૂચના આપી રોડ વ્યવસ્થિત કરવાની ટકોર કરી છે.

પાલિકાના પાપે ઘણા રસ્તા ધોવાઈ ગયા છે અને તેમાં ખાડા પણ પડી ગયા છે ત્યારે હવે તેના પર માટી અને રોડા-છારું નાખી સરભર કરવાનો રસ્તો પાલિકાએ કાઢ્યો છે. જેના માટે દરેક ઝોનમાં પીળી માટી, હાર્ડ મુરમ માટે એક કરોડનો વાર્ષિક ઈજારો મંજૂર કરવા દરખાસ્ત મૂકી હતી. 4 ઝોનની કુલ 4 કરોડ રૂપિયાની ભલામણને એક ઝાટકે મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...