તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટ્સ:G-1 મહિલા ક્રિકેટ સ્પર્ધામાં પલક પટેલની આક્રમક સદી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રને 73 રનથી પરાજય આપી વડોદરા ટીમ ફાઈનલમાં પહોંચી

એફબી કોલોની ક્રિકેટ મેદાન ખાતે જી-વન કપ સ્પર્ધાની મહત્વની મેચમાં વડોદરાની ઓપનર પલક પટેલની ઝમકદાર સદીના કારણે વડોદરાની મહિલા ટીમે સૌરાષ્ટ્રની ટીમને 73 રનથી પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.વડોદરાના 50 ઓવરમાં 5 વિકેટે 235 રનના જવાબમાં સૌરાષ્ટ્ર ટીમ 162 રનમાં ખખડી ગઇ હતી. આજની રમતનું મુખ્ય પાસું વડોદરાની ઓપનર પલક પટેલની શાનદાર સદી હતું.

તેણે 150 બોલમાં 24 ચોગ્ગાની મદદથી અણનમ 155 રન નોંધાવ્યા હતા. પલક પટેલે શરૂઆતમાં સંયમ દાખવ્યાે હતો ત્યારબાદ તેની બેટિંગ સોળે કળાએ ખીલી હતી.તેના બેટમાંથી 24 ચોગ્ગા નીકળ્યા હતા.અપલક એકાગ્રતા સાથે રમેલી પલકે મેદાનની ચારે તરફ ફટકાબાજી કરી હતી.તે પુરા 50 ઓવર રમી હતી. વડોદરાના 235 રનના જવાબમાં સૌરાષ્ટ્ર વિમેન્સ ટીમ 162 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. હવે શનિવારે વડોદરા અને ગુજરાતની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.વડોદરાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...