તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ઘરે બેઠાં કોરોનાની સારવાર માટે પેમેન્ટેડ ટેલિ કાઉન્સેલિંગ સર્વિસ

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની વનઝોયના સહયોગથી હોમ ક્વોરન્ટાઇન દર્દી માટે સેવા
 • દર્દીઓ પોતાની પસંદગીના તબીબની સારવાર લઇ શકશે

શહેરના કોરોના સંક્રમિત દર્દીઓ કે જેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમને પોતાની પસંદગીના ખાનગી તબીબ કે હોસ્પિટલની જ સારવાર લેવી છે તો તેમના માટે પાલિકા દ્વારા ખાનગી કંપનીના સહકારથી પેમેન્ટેડ ટેલિ કાઉન્સેલિંગ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વનઝોય સાથેની આ ટેલિ કાઉન્સેલિંગ સર્વિસમાં હોમ આઇસોલેટેડ દર્દીઓએ પોતાના ઘરેથી બહાર નીકળવાની જરૂર નથી. માત્ર તબીબનો કે હોસ્પિટલનો ડિજિટલી સંપર્ક કરીને વીડિયો, ઓડિયો અને રિપોર્ટસ શેરિંગ પણ કરી શકશે. એટલું જ નહીં દર્દી ડિજિટલી ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પણ મેળવી શકશે.

આ માટેની લિંક http://onelink.to/m6863f જાહેર કરવામાં આવી છે. જોકે પાલિકા દ્વારા સંજીવની અભિયાન અંતર્ગત પાલિકાના પોતાના તબીબો દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓનું કાઉન્સેલિંગ ચાલુ જ રાખવામાં આવ્યું છે. પણ જે દર્દીઓ આર્થિક રીતે સક્ષમ છે અને ચોક્કસ તબીબ કે હોસ્પિટલની જ સેવા લેવા માગે છે તેવા દર્દીઓને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા આ ટેલિ કાઉન્સેલિંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

આ સેવા કેવી રીતે મળવી શકાશે ?
1. મોબાઇલ નંબર દ્વારા સાઇન અપ કરો
2. સર્ચ પર ક્લિક કરીને ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરો
3. લિસ્ટમાંથી VMC/Clinic from the list પસંદ કરો
4. તમારા પસંદગીના તબીબને સિલેક્ટ કરો
5. લક્ષણોની માહિતી આપો
6. પેમેન્ટ માટેનો વિકલ્પ પસંદ કરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો