ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી:પાદરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, એમ કે અમીન કોલેજ અને કે કે ગર્લ્સ હાઈસ્કૂલ સહિત 4ને સીલ કર્યા, ફાયર વિભાગે સિલિંગ કરતા ચકચાર

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાયર વિભાગે સિલિંગ કામગીરી હતી - Divya Bhaskar
ફાયર વિભાગે સિલિંગ કામગીરી હતી
  • વડોદરા ફાયર વિભાગે ચારેય મિલકતો ને સીલ મારી પાણીના કનેક્શન કાપ્યા
  • રજાના દિવસે જ ફાયર વિભાગે કાર્યવાહી કરતા ખળભળાટ મચ્યો

વડોદરા જિલ્લાના પાદરા ખાતે ફાયર સેફટીના સાધનો નહિ રાખનાર પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર, એમ.એસ.યુનીવર્સીટીની પાદરા ખાતે આવેલી એમ.કે. અમીન કોલેજ, પાદરા નગરપાલિકા સંચાલિત ચોકસી કે.કે ગર્લ્સ હાઈસ્કૂલ સહિત અન્ય એક ખાનગી શાળા મળી ચાર જગ્યાને વડોદરા ફાયર વિભાગ દ્વારા સીલ કરાતા ચકચાર મચી જવા પામી છે.

રજાના દિવસે ફાયર વિભાગે આકરા પગલાં લીધાં
કોરોના કાળ બાદ હવે શાળા કોલેજો શરૂ કરાઈ છે ત્યારે શાળા- કોલેજમાં શીલ મારવામાં આવ્યા છે. ત્યારે હવે ફાયર એન.ઓ.સી ને લઇ વિદ્યાર્થીઓના ભાવી સામે પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા ચારેય મિલકતોને સિલ મારી પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ફાયર વિભાગે અચાનક રજાના દિવસે સીલ મારવાની કામગીરી કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

વડોદરા ફાયર વિભાગે પાદરા નગરપાલિકાને સાથે રાખી કામગીરી કરી
વડોદરા ફાયર વિભાગે પાદરા નગરપાલિકાને સાથે રાખી કામગીરી કરી

પાદરા નગરપાલિકાની ટીમ સાથે રાખી ફાયર વિભાગની કામગીરી
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સૂચના અનુસાર પાદરાના ફાયર ઓફિસર મુકેશ જોષીએ પાદરા નગર પાલિકાના કર્મચારીઓને સાથે રાખી કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા જીવન સુરક્ષાના સાધનો રાખવા માટે જ્યારે અન્ય શાળાઓ તેમજ સરકારી કચેરીઓમાં ફાયર સુરક્ષાના જરૂરી સંસાધનો રાખવા માટે વારંવાર તાકીદ કરવામાં આવે છે. તેમ છતાં સંચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય છે. ફાયર વિભાગ દ્વારા પાદરા નગર તેમજ તાલુકા વિસ્તારમાં આવેલી કંપનીઓમાં પણ તપાસ કરી આ રીતે કામગીરી કરવામાં આવે તો ઘણી ક્ષતિઓ બહાર આવે તેમ છે.

પાદરામાં 4 જગ્યાએ સિલિંગ કામગીરી કરી
પાદરામાં 4 જગ્યાએ સિલિંગ કામગીરી કરી

વારંવારની નોટીસ છતાં ફાયર સેફ્ટીના સાધનો મૂકાયા ન હતા
પાદરામાં જીવન સુરક્ષાના સાધનો રાખવા માટે વારંવાર સમયાંતરે નોટિસ બજાવવા આવી હોવા છતાં એમ. કે. અમીન, પાદરા સામુહિક કેન્દ્ર, નગર પાલિકા સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલ સહિત 1 ખાનગી શાળામાં ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં આવ્યા ન હતા. જેથી આજે શનિવારે ફાયર ડિપાર્ટમેન્ટે મોડી સાંજ સુધીમાં પાલિકાની ટીમને સાથે રાખીને 3 ગાડીમાં 10 જેટલા અધિકારીઓએ સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.