• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra's BJP Vice president Received A Threat, 'Tu Dekh Raha Hai Kon Kiska Baap Hai, Ek Ka Haal Dekha Hai Aur Abhi Tere Jaiso Ka Baki Hai'

કનૈયાની હત્યાની ટીકા કરનારને ધમકી:પાદરાના ભાજપ ઉપપ્રમુખને ધમકી મળી, 'તું દેખ રહા હૈ કોન કિસકા બાપ હૈ, એક કા હાલ દેખા હૈ ઔર અભી તેરે જૈસો કા બાકી હૈ'

વડોદરાએક મહિનો પહેલા
પાદરા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવ.
  • નિલેશસિંહ કહે છે, હું ધમકીને સિરીયસ લેતો નથી, મારા પરિવારને ખબર નથી, મને ધમકી મળી છે
  • પોલીસે ધમકી આપનાર સુબુર ચૌધરીની ફેશબુક કંપની પાસે વિગતો મંગાવી

રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના સંદર્ભમાં પોસ્ટ કરનાર વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામના રહેવાસી અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને વળતી ધમકી મળી હતી. જેમાં લખ્યું હતું કે, લગ ગઇ.......મીરચી........તું દેખ રહા હૈ કોન કિસકા બાપ હૈ, એક કા હાલ દેખા હૈ ઔર, અભી તેરે જેસો કા બાકી હૈ.......યાદ રખે. આ અંગે નિલેશસિંહે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધમકી આપનાર સુબુર ચૌધરીની વિગતો મંગાવવા માટે ફેસબુક પાસે વિગતો મંગાવી તપાસ શરૂ કરી દીધી છે. આ અંગે નિલેશસિંહે જણાવ્યું હતું કે, પોલીસે મને બંદોબસ્ત આપવા માટે જણાવ્યું હતું. પરંતુ, હું ગામડામાં રહું છું. આથી મને કોઇ ડર નથી. ડબકાના યુવાનને ધમકી મળતા તાલુકા પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

વહેલી સવારથી મને પરિવાર, મિત્રો, શુભેચ્છકોના 25 ફોન આવી ગયા
ડબકા ગામમાં રહેતા અને તાલુકા ભાજપા ઉપપ્રમુખ નિલેશસિંહ જાધવે ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, હું ડબકા ગામમાં પત્ની, બે સંતાનો અને માતા સાથે રહું છું. ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. મને ધમકી મળી હોવાની વાત હજુ મારી પત્ની, બાળકો કે માતાને ખબર નથી. પરંતુ, વહેલી સવારથી મારી બહેનો સહિત પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોના 20-25 ઉપરાંત ફોન આવી ગયા છે અને મને સાવચેત રહેવા જણાવી રહ્યા છે.

નિલેશસિંહ અને સુબુર ચૌધરી વચ્ચે ફેશબુક ઉપર અપશબ્દો સાથે ઉગ્ર વાતચિત થઇ હતી
અગાઉ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રહી ચૂકેલા નિલેશસિંહે વધુમાં જણાવ્યું હતું કે, મને વડુ પોલીસ મથક દ્વારા બંદોબસ્ત માટે પૂછ્યું હતું. પરંતુ, મેં બંદોબસ્ત માટે ઇન્કાર કર્યો છે. કારણ કે, હું ગામડામાં રહું છું. મને કોઇ ડર નથી. અને હું આ ધમકીને સિરીયસલી લેતો નથી. આવી ધમકી આપનાર કોઇ અસામાજિકતત્વ હશે. પરંતુ, કામ-ધંધા માટે બહાર તો જવું પડે. મને રોજગારી માટે મને સરકાર દ્વારા ઇકો કાર પણ મળી છે. ઇકો કાર લઇને જવાનું થાય. મેં પોસ્ટ કરી છે. અને મને ધમકી આપનાર સાથે ફેશબુક ઉપર અપશબ્દો સાથે ઉગ્ર વાતચિત થઇ હતી. પરંતુ, મને ધમકી આપતા મેં પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપતા તેને મારો નંબર બ્લોક કરી દીધો હતો. આ વ્યક્તિએ મને ગુસ્સામાં આવીને ધમકી આપી છે કે પછી આવું લખાણ કયા હેતુસર કર્યું છે. તેની મને ખબર નથી. મારી માંગણી છે કે, મને ધમકી આપનારને પકડી પોલીસ કાર્યવાહી કરે.

ઉદયપુર કે હત્યારાઓને એસી સજા મિલે કે કોઇ દુબારા સોચ ભી ન શકે
નોંધનીય છે કે, વડુ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તા. 29 જૂને સોશિયલ મીડિયા પર સૌરવકુમાર ખિચારની પોસ્ટ જોઈ હતી, જેમાં લખેલું હતું કે, ‘ઉદયપુર જૈસી ઘટના ભારત દેશ મેં? અફઘાનિસ્તાન, તાલીબાન, પાકિસ્તાન જૈસી ઘટના ભયાવહ હૈ, માનવતા કો શર્મસાર કરનેવાલી! આજ પહેલી ઘટના પર હી એસા સબક મિલે કે દુબારા કોઈ સોચે ભી ના, કાનૂન અપના કામ જરૂર કરેગા.

ધમકી આપતી પોસ્ટ.
ધમકી આપતી પોસ્ટ.

ઉદેપુરના હત્યારાઓ સાથે તેમના પરિવાર અને મૌલવીઓની પણ ધરપકડ કરવી જોઇએ
આ પોસ્ટ પર નિલેશસિંહે કોમેન્ટ કરી હતી કે ‘હત્યા કરનેવાલો કો પતા થા કિ ઉનકો જેલ હોગી, લેકિન ઉસકે ખાનદાન કો કરોડો રૂપિયે મિલે હોંગે, એનઆઈએ કો હત્યારો કે પરિવાર કે સભી સદસ્ય, આસપાસ કે મૌલવીનો કો ગિરફતાર કરના ચાહીએ, તાકી કોઈ ઇસ પૈસે કા ઇસ્તેમાલ ન કર શકે, એસે લોગ હુરો કે લીયે નહીં બલ્કી પૈસે કે લીયે એસી ઘટના કો અંજામ દેતે હૈ. કોઈ પત્રકાર યા નેતા બચાવ મેં આયે તો ઉસે ભી ઇસ કેસ મેં દોષી બનાયે.’

વડુ પોલીસે ધમકી આપનારાઓ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી
જેના પર અબ્દુલ સુબુર ચૌધરી નામના વ્યક્તિએ કોમેન્ટ કરતાં જણાવ્યું હતું કે, લગ ગઇ.......મીરચી........તુ દેખ રહા હૈ કોન કિસકા બાપ હૈ, એક કા હાલ દેખા હૈ ઔર, અભી તેરે જેસો કા બાકી હૈ.......યાદ રખે. ઉદયપુર જિલ્લામાં એક ટેલરની જેવી રીતે હત્યા કરી નાખી છે તેવી રીતે નિલેશ જાદવને પણ મારી નાખવાની ધમકી આપી અપશબ્દો કહ્યા હતા. આ અંગે પાદરા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ નિલેશ જાદવની ફરિયાદના આધારે વડુ પોલીસે ઇપીકો 507, 294 (બી) મુજબ ગુનો નોંધી તપાસ કરી છે. નિલેસિંહ જાધવને ધમકી મળતા તાલુકા સહિત જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

નિલેશ જાદવે કરેલી ટીકા કરતી પોસ્ટ.
નિલેશ જાદવે કરેલી ટીકા કરતી પોસ્ટ.

પોલીસ બંદોબસ્ત માટે નિલેશસિંહનો ઇન્કાર
ડબકા ગામના નિલેશસિંહે ધમકી આપ્યાની નોંધાયેલી ફરિયાદ અંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સાથે ટેલિફોનીક વાતચિત કરતા જણાવ્યું કે, નિલેસસિંહને ધમકી આપનારની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વડુ પોલીસ મથકના પી.આઇ. આર.કે. રાઠવાએ આ ફરિયાદ બાબતે જણાવ્યું કે, નિલેશસિંહને બંદોબસ્ત માટે પૂછવામાં આવ્યું હતું. પરંતુ, તેઓએ ઇન્કાર કર્યો છે. અને તેઓને ધમકી આપનાર સુબુર ચૌધરીને શોધવા માટે ફેસબુક પાસે વિગતો માંગવામાં આવી છે. સુબુર ચૌધરી પકડાયા બાદ અન્ય વિગતો બહાર આવશે. હાલ આ બાબતે તપાસ ચાલુ છે.

પાદરાના ડબકાના યુવાનને ધમકી મળ્યા બાદ શહેર-જિલ્લા પોલીસ સતર્ક
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ધંધુકામાં ભરવાડ યુવાન દ્વારા પોસ્ટ કરાયા બાદ તેની હત્યા થઇ હતી. તે બાદ ઉદયપુરમાં ટેલરની હત્યા થયા બાદ વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. વડોદરામાં ત્રણ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી છે. ત્યારે પાદરાના ડબકાના રહેવાસી નિલેશસિંહે કરેલી પોસ્ટ બાદ તેને ધમકી મળતા વડોદરા શહેર અને જિલ્લા પોલીસ તંત્ર વધુ સતર્ક બની ગયું છે.