તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિમાન્ડ વધી:ટેક્નોલોજી ફેકલ્ટીમાં 10 વર્ષ બાદ પેકેજિંગ એન્જિનિયરિંગનો કોર્સ ફરીવાર શરૂ કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ વધતાં નિર્ણય કરાયો
  • MSUમાં ગુજરાતમાં સૌપ્રથમ પોલિમર સાયન્સનો અભ્યાસક્રમ શરૂ થશે

કોરોના મહામારીને પગલે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ વધતાં એમ.એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં 10 વર્ષ પહેલાં બંધ કરાયેલો પેકેજિંગ એન્જિનિયરિંગનો કોર્સ પુન: શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં સૌપ્રથમ પોલિમર સાયન્સનો અભ્યાસક્રમ પણ ફેકલ્ટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામાં આવશે.

એમ.એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટી દ્વારા વર્ષ 2006-07માં શરૂ થયા પછી 3 બેચ બાદ બંધ કરવામાં આવેલો પેકેજિંગ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ રિ-લોન્ચ કરાયો છે. એક વર્ષથી કોરોના બાદ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની ડિમાન્ડ વધી છે. ફાર્મા કંપનીઓમાં ખાસ કરીને પેેકેજિંગ માટેની નોકરીઓની વિપુલ તકો ઉપલબ્ધ છે તેવા સમયે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ નવા ટેલન્ટની ડિમાન્ડ આવી છે. જેના ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાનો આ અભ્યાસક્રમ હાયર પેમેન્ટ બેઝ પર ચલાવાશે. 30 જેટલી બેઠકો સાથે શરૂ થનાર અભ્યાસક્રમની 20 હજાર જેટલી ફી રાખવામાં આવી છે. પેકેજિંગ એન્જિનિયરોની માત્ર ફાર્મા ક્ષેત્રે જ નહિ, પરંતુ અન્ય તમામ પ્રકારના ઉદ્યોગોમાં ડિમાન્ડ જોવા મળે છે.

આ ઉપરાંત ગુજરાતમાં એકમાત્ર ટેક્નોલોજી ફેકલ્ટીમાં પોલિમર સાયન્સનો અભ્યાસક્રમ પણ ચાલુ વર્ષથી શરૂ કરવામાં આવનાર છે. ફેકલ્ટી ડીન સી.એન. મૂર્તિએ જણાવ્યું હતું કે, શહેરની આસપાસ જ 12 પોલિમર ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જેમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ રહે છે. એપ્લાઇડ કેમિસ્ટ્રી વિભાગ દ્વારા પ્રોગ્રામ શરૂ થશે, જેમાં કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. 10 બેઠકો સાથે શરૂ થનાર અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ અપાશે. હાઇસ્પીડ ટ્રેનમાં પણ પોલિમરનો ઉપયોગ થાય છે, જેથી વિદ્યાર્થીઓ માટે વિપુલ તકો ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...