તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Oxygen Stock Consumption Live Dashboard Launched In Vadodara Following Supreme Court Suggestions, Oxygen Information Will Reach The People

ઓક્સિજન લાઇવ ડેશબોર્ડ:સુપ્રીમ કોર્ટના સૂચન બાદ વડોદરામાં ઓક્સિજન સ્ટોક કન્ઝમશન લાઇવ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું, લોકો સુધી ઓક્સિજનની માહિતી પહોંચશે

વડોદરા3 મહિનો પહેલા
વડોદરાના બદામડી બાગ CCC ખાતે ઓક્સિજન સ્ટોક કન્ઝમશન લાઇવ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું
  • તમામ હોસ્પિટલોને આપવામાં આવતા ઓક્સિજનના જથ્થાની માહિતી ઓક્સિજન કંટ્રોલરૂમમાં આપવાની રહેશે

ઓક્સિજન જથ્થાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સુપ્રીમ કોર્ટે આપેલી સૂચના બાદ આજે વડોદરાના બદામડી બાગ CCC ખાતે ઓક્સિજન સ્ટોક કન્ઝમશન લાઇવ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ઓક્સિજનના મુદ્દે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન પણ આપ્યા હતા
ઓક્સિજનના મુદ્દે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યા હતા, તે મુજબ હવે તમામ જિલ્લામાં તેનો અમલ કરવા રાજ્ય સરકારે સૂચના આપી છે. ઓક્સિજનની ફાળવણી અંગે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોને કરેલા અન્યાયનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં જે રાજ્યોને ઓછો જથ્થો મળ્યો હતો, તેના સ્થાને વધુ જથ્થો આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો હતો એટલું જ નહીં ઓક્સિજનના મુદ્દે ડાયરેક્શન પણ આપવામાં આવ્યું હતું

ઓક્સિજન જથ્થાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સુપ્રીમ કોર્ટે આપેલી સૂચના બાદ આજે વડોદરામાં ઓક્સિજન સ્ટોક કન્ઝમશન લાઇવ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું
ઓક્સિજન જથ્થાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સુપ્રીમ કોર્ટે આપેલી સૂચના બાદ આજે વડોદરામાં ઓક્સિજન સ્ટોક કન્ઝમશન લાઇવ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું

હોસ્પિટલોને આપવામાં આવતા ઓક્સિજનના જથ્થાની માહિતી ઓક્સિજન કંટ્રોલરૂમમાં આપવાની રહેશે
સુપ્રીમ કોર્ટે આપેલા ડાયરેક્શનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, તમામ હોસ્પિટલોને આપવામાં આવતા ઓક્સિજનના જથ્થાની માહિતી ઓક્સિજન કંટ્રોલરૂમમાં આપવાની રહેશે તેમજ તેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે ડિસ્પ્લે કરવાની રહેશે. ઓક્સિજનનો આપવામાં આવેલો જથ્થો ડોક્ટર અને ડિસ્ટ્રીબ્યુટર બંને દ્વારા રજૂ કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, ઓક્સિજનના જથ્થાની સરપ્લસ બચત કરી બલ્ક ઓક્સિજન ટેન્કમાં એકઠો કરી બફર સ્ટોક રાખવાનો રહેશે, જેથી કરીને ઓક્સિજન જ્યાં ઘટી ગયો હોય તેવી આપાતકાલિન સ્થિતિમાં જથ્થો પૂરો પાડી દર્દીઓના જીવ બચાવવાનો પ્રયાસ પણ કરવાનો રહેશે.

ઓક્સિજનના મુદ્દે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન પણ આપ્યા હતા
ઓક્સિજનના મુદ્દે સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન પણ આપ્યા હતા

ઓક્સિજન સ્ટોક-કન્ઝમશન લાઈવ ડેશબોર્ડનું લોન્ચિંગ CCC બદામડી બાગ ખાતે કરવામાં આવ્યું
સુપ્રીમ કોર્ટના ડાયરેક્શનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે દરેક ખાસ ફરજ પરના અધિકારી અને જિલ્લા કલેક્ટરને સૂચના આપી જણાવ્યું છે કે, તાજેતરમાં હાઈકોર્ટે પણ ઓક્સિજનના મુદ્દે આ જ પ્રમાણે ની જરૂરી સૂચનાઓ આપી છે, જેને ધ્યાનમાં રાખીને છેલ્લા 15 દિવસમાં ઓક્સિજનનો કેટલો જથ્થો ઉપયોગમાં લેવાયો અને કયા દવાખાને કેટલો જથ્થો આપવામાં આવ્યો છે તેની માહિતી માગી છે તે પણ તૈયાર રાખવા જણાવ્યું છે. ઓક્સિજન સ્ટોક-કન્ઝમશન લાઈવ ડેશબોર્ડનું લોન્ચિંગ આજે CCC બદામડી બાગ ખાતે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...