ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ:વડોદરાના પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો, મેડિકલ સેન્ટરમાં 50 બેડ સુધી ઓક્સિજન પૂરો પાડશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન 90-93 ટકાની શુદ્ધતા પર કલાક દીઠ 10Nm3ની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે

પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન સાથે મળીને હંટ્સમેન ટેક્સ્ટાઉલ્સ ઇફેક્ટ્સ દ્વારા ગુજરાતની પ્રજા માટે મેડિકલ ગ્રેડ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરાયો છે. મેડિકલ ઓક્સિજન ઉત્પાદન સવલત 90-93 ટકાની શુદ્ધતા પર કલાકદીઠ 10Nm3ની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તે મેડિકલ સેન્ટરમાં 50 પથારીઓને સેવા પૂરી પાડવા માટે સજ્જ છે.

લોકો માટે મેડિકલ ઓક્સિજન સવલત સમર્પિત કરી
પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન પ્રમુખ પ્રવિણ રાબડીયાએ જણાવ્યું હતું કે, અમારા જિલ્લાના લોકો માટે આ મેડિકલ ઓક્સિજન સવલત સમર્પિત કરી છે. સ્થાનિકોના આરોગ્યના સારાપણા તરફે કામ કરવાનો પીઆઇએનો પ્રયત્ન રહ્યો છે અને અમારા પ્રદેશમાં આર્થિક સમૃદ્ધિ રહે તેની ખાતરી રાખી છે.

મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવા માટે સજ્જ રહેવુ જોઇએ
દેશ અને ગુજરાત કોવિડ-19ના કેસમાં ઘટાડો અનુભવતુ હોવા છતાં અમે માનીએ છીએ કે, આપણે આપણા પ્રયત્નો છોડી દેવા જોઇએ નહીં અને ભવિષ્યમાં આવનારી કોઇ પણ પ્રકારની મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવા માટે સજ્જ રહેવુ જોઇએ. ઓક્સિજન સવલત પૂરી પાડતા હું ખુશી અનુભવુ છે જે આ કેન્દ્રની જરૂરિયાતો સંતોષશે અને 50 પથારી સુધી સેવા પૂરી પાડવા માટે સક્ષમ છે. પાદરા જિલ્લાના લોકોના કલ્યાણ તરફે અમારી પ્રતિબદ્ધતાને ફરી દોહરાવવાનું મને ગમશે. તેમ એમ.ડી. રાહુલ ટીકુએ જણાવ્યું હતું.

20,000થી વધુ આવશ્યક તબીબી સાધનો પૂરા પાડ્યા
રોગચાળા દરમિયાન ફ્રંટલાઇન કામદારોને 20,000થી વધુ આવશ્યક તબીબી સાધનો 2,00,000 લોકોને વધુ પૂરા પાડીને સમર્થન આપવામાં સક્ષમ બની હતી. આ સાધનોમાં પીપીઇ કીટ્સ, એન-95 રેસ્પિરેટર્સ અને ફેસ માસ્ક, સર્જીકલ મોજાઓ, સેનિટાઇઝર સોલ્યુશન્સ અને હેન્ડ-ફ્રી ડીસ્પેન્સર્સનો સમાવેશ થાય છે જે મુંબઇ, પૂણે, ચાકન અને બરોડાના નજીકના સ્થળોએ પૂરા પાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...