તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતનો શ્વાસ:ઓક્સિજનની માગ 180 ટનથી ઘટીને 174 સુધી પહોંચી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં નવા 4 પ્લાન્ટથી 10 ટન ઓક્સિજન મળશે

છેલ્લા પાંચ દિવસમાં શહેરમાં ઓક્સિજનનો વપરાશ 6 ટન ઘટી છે. સોમવારે શહેરમાં ઓક્સિજનનો વપરાશ ઘટી 174 ટન પહોંચ્યો છે. પાંચ દિવસ પહેલા અત્યાર સુધીમાં સૌથી વધુ શહેરમાં ઓક્સિજનનો વપરાશ 180 ટન પર પહોંચ્યો હતો. જોકે આ વપરાશ ઘટીને બે દિવસ પહેલા 177 ટન અને શનિવારે 176 અને રવિવારે 174 ટન થયો છે.

એક દિવસમાં માંગ અને વપરાશ બે ટન ઘટતા તંત્રને રાહત થઈ છે. બીજી તરફ નવલખી મેદાન ખાતે શરૂ કરાયેલા ફીલિંગ સ્ટેશન પર પણ ઓક્સિજન ભરાવવા આવતા વાહનોની સંખ્યા ઘટી છે. રવિવારે 28 ટન ઓક્સિજનની માંગ સામે 39 ટન ઓક્સિજન આવ્યો હતો. જ્યારે સોમવારે કાલે રાતે આવેલા 16 ટન ઓક્સિજનમાંથી હોસ્પિટલોને ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો.

વીવાયઓ દ્વારા 4 સ્થળે ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાયા છે. સયાજી હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા પ્લાન્ટમાંથી દર કલાકે 25 હજાર લીટર ઓક્સિજન ઉતપન્ન થશે. શહેરમાં સ્થપાયેલા ચાર પ્લાન્ટથી 10 ટન જથ્થો મળતો થશે.

અન્ય સમાચારો પણ છે...