જાહેરનામા ભંગની ફરિયાદ:વડોદરાની હોટલમાં પોલીસને જાણ કર્યાં વિના વિદેશીને નોકરી પર રાખતા માલિક ગુનો દાખલ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હોટલમાં કામ કરતો કર્મચારી નેપાળનો રહેવાસી

વડોદરા શહેરના ન્યુ VIP રોડ પર આવેલી એક હોટલમાં વિદેશી વ્યક્તિને નોકરીએ રાખ્યા છતાં પોલીસને જાણ નહીં કરવા મામલે કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.

વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. દેસાઇ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન વહેલી સવારે 3 વાગ્યે ન્યુ VIP રોડ પર આવેલ હોટલ ટેલિકોસમાં ચેકિંગ કર્યું હતું. જે સમયે એક કર્મચારી હોટલમાં હાજર હતો અને તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ક્રિષ્નાકુમાર ફિરણ મલેક હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે નેપાળના ધનુસા જિલ્લાના ગોઠકોયલપુરનો વતની હોવાનું કહ્યું હતું.

પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો
હોટલનો કર્મચારી વિદેશી હોવાથી તે અંગે પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરતા હોટલ માલિક ગૌતમ સુનિલકુમાર દાસ (રહે.અભિલાષા ચાર રસ્તા, વડોદરા) સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...