દર્શન રાવલના કોન્સર્ટમાં અફરાતફરી:વડોદરાની MS યુનિ.માં પાસનાં કાળાં બજારને પગલે ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી, 30થી વધુ વિદ્યાર્થી ગૂંગળાયા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરની એમ. એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીની ફૂટપ્રિન્ટ ઇવેન્ટમાં પાસનાં કાળાં બજાર થવાને કારણે ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા, જેમને તાબડતોબ પ્રાથમિક સારવાર આપવી પડી હતી. 15થી 20 વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીનો ઉપયોગ કર્યો હોવાનું વિજિલન્સના અધિકારીએ જણાવ્યું હતું. દર્શન રાવલના કાર્યક્રમ માટે 6 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલાયો નહોતો. એમાં ધક્કામુક્કીને પગલે વિદ્યાર્થીઓના બૂટ-ચંપલ ખોવાઈ ગયાં હતાં. કેટલાક વિદ્યાર્થીને ઇજા પહોંચતાં વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢી જઈને ગેટ ખોલાવ્યો હતો.

મિસ મેનેજમેન્ટને કારણે આ ઘટના બની
એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમાંથી 6થી 7 વિદ્યાર્થીને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા. એના માટે 100 ટકા મિસ મેનેજમેન્ટ જવાબદાર છે. હું આ મામલે વીસીને રજૂઆત કરીશ.

વિદ્યાર્થિની બેભાન થતાં હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.
વિદ્યાર્થિની બેભાન થતાં હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.

વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢી જઇ ગેટ ખોલાવ્યો
એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં બોલિવૂડના યુવાનોમાં લોકપ્રિય ગાયક દર્શન રાવલના કાર્યક્રમમાં ભારે ભીડ થઇ જતાં સ્થિતિ કાબૂ બહાર પહોંચી હતી. કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં 6 વાગ્યાથી ટેક્નોલોજી ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઇ ગયા હતા. ગેટમાં સમયસર એન્ટ્રી નહીં આપવામાં આવતાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના નેતાએ ગેટ પર ચડી જઇને ગેટ ખોલાવ્યો હતો.

ગાયક દર્શન રાવલના કાર્યક્રમમાં ભારે ભીડ ઊમટી હતી.
ગાયક દર્શન રાવલના કાર્યક્રમમાં ભારે ભીડ ઊમટી હતી.

ટેક્નોલોજી ફેકલ્ટીના ગેટ પણ તૂટી ગયો
અડધા કિમી લાંબી લાઇનો વિદ્યાર્થીઓની લાગી હતી. બેથી ત્રણ વિદ્યાર્થિની બેભાન થઇ જવાની ઘટના પણ બનવી હતી. વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે ભારે ભીડના પગલે વિદ્યાર્થિનીઓને ગૂંગળામણ થતાં તેઓ બેહોશ થઈ ગઈ હતી, જેથી 108ને બોલાવી હતી. ટેકનોલોજી ફેકલ્ટીના ગેટ પણ તૂટી ગયો હતો.

ગેટ પાસે ભીડ ઊમટી પડતાં ધક્કામુક્કી થઈ હતી.
ગેટ પાસે ભીડ ઊમટી પડતાં ધક્કામુક્કી થઈ હતી.

વિદ્યાર્થીને ઇજાઓ પણ પહોંચી હોવાની ઘટનાઓ બની
ધક્કામુક્કીના પગલે વિદ્યાર્થીનાં બૂટ, ચંપલ ખોવાઇ જવાના તથા વિદ્યાર્થીને ઇજાઓ પણ પહોંચી હોવાની ઘટનાઓ બની હતી. સમયસર ગેટ નહિ ખોલવામાં આવતાં વિવાદ થયો હતો અને વિદ્યાર્થીઓને ધક્કામુક્કીનો સામનો કરવો પડયો હતો. વિદ્યાર્થીઓના ફોન ખોવાઈ જવાની ફરિયાદો પણ થઈ હતી. ફેકલ્ટીના પટાંગણમાં જ્યાં કાર્યક્રમ હતો ત્યાં પણ ભારે ભીડ થઇ જતાં ગ્રાઉન્ડ પર ગૂંગળામણ થાય એવી સ્થિતિ સર્જાઈ હતી.

પાસનાં કાળાં બજારને પગલે ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી થઈ હતી.
પાસનાં કાળાં બજારને પગલે ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી થઈ હતી.

3500ની ક્ષમતા સામે કાળાં બજાર કરી 8 હજાર પાસ વેચાયા
ટેકનોલોજી ફેકલ્ટીના ગ્રાઉન્ડની ક્ષમતા 3500 પ્રેક્ષકની હોવા છતાં 7થી 8 હજાર પાસ વહેંચાયા હતા. એને પગલે ભારે ભીડમાં વિદ્યાર્થીઓનાં બૂટ અને ચંપલો ખોવાઈ જવાની ઘટના બની હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનાં બૂટ-ચંપલ વીખરાયેલાં મળ્યાં હતાં. જોકે વિદ્યાર્થીઓએ વગર બૂટ-ચંપલે કાર્યક્રમ નિહાળ્યો હતો.

વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢી જઈને ગેટ ખોલાવ્યો હતો.
વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢી જઈને ગેટ ખોલાવ્યો હતો.

વિજિલન્સના અધિકારીએ પણ ભીડ કાબૂ ન કરી શકી
ભીડને વિજિલન્સ - બાઉન્સરો સંભાળી શકે એવી સ્થિતી રહી ન હતી. ઓવરક્રાઉડને કારણે ધક્કામુક્કી થઇ હતી. વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા માટે વિજિલન્સ અને બાઉન્સરોને ભારે જેહમત ઉઠાવવી પડી હતી.

30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા.
30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા.
ધક્કામુક્કીને પગલે વિદ્યાર્થીઓનાં બૂટ-ચંપલ ખોવાઈ ગયાં હતાં.
ધક્કામુક્કીને પગલે વિદ્યાર્થીઓનાં બૂટ-ચંપલ ખોવાઈ ગયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...