તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ભરૂચમાં હિંસક હુમલા બાદ વકીલનું મોત થતાં દલિત સમાજમાં રોષ, હોસ્પિટલ બહાર વિરોધ, આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ ન ઉઠાવવાની ચીમકી

ભરૂચ2 મહિનો પહેલા
હોસ્પિટલ બહાર બેઠેલા દલિજ સમાજના લોકો અને મૃતક વકીલની ફાઈલ તસવીર - Divya Bhaskar
હોસ્પિટલ બહાર બેઠેલા દલિજ સમાજના લોકો અને મૃતક વકીલની ફાઈલ તસવીર
 • પરિવારજનોએ મૃતદેહ નહીં ઉપાડી 5 કલાક સુધી હોસ્પિટલ સામે જ ધરણાં કર્યાં
 • ગણતરીના કલાકમાં જ પોલીસે આખરે એક આરોપીને ઝડપી પાડતાં મામલો થાળે પડ્યો

ભરૂચની અલકનંદા ગેલેક્ષી ખાતે રહેતાં વકીલ પર દુકાનના કાઉન્ટર પર સામાન્ય બાબતે થયેલી તકરારમાં 4 શખ્સોએ હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવા અર્થે દાખલ કરાયાં હતાં. દરમિયાનમાં 10 દિવસ બાદ તેમનું સારવાર વેળાં મોત થતાં પરિવારજનો તેમજ સમાજના આગેવાનોએ હોસ્પિટલ સામે જ હંગામો મચાવ્યો હતો. પોલીસે 10 દિવસમાં એક પણ આરોપીને પકડ્યો ન હોઇ રાજકિય દબાણમાં પોલીસ આરોપીઓને છાવરવાની કોશિષ કરી રહી હોવાની તેમજ હૂમલો કરનારાઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે ધરણાં પર બેસી જતાં માહોલ ગરમાયો હતો. જોકે, પોલીસ કાફલો સ્થળ પર ધસી આવતાં તેમણે લોકોની સમજાવટ કરવા સાથે હૂમલાખોરો પૈકી એકની ધરપકડ કરતાં આખરે લોકોનો ગુસ્સો શાંત થયો હતો. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી અલકનંદા ગેલેક્ષી સોસાયટીમાં રહેતાં અને ઝઘડિયા કોર્ટમાંથી રજીસ્ટ્રાર કમ નાઝર તરીકે નિવૃત્ત થયેલાં અને હાલમાં ભરુચ કોર્ટમાં વકિલાત કરતાં જશુભાઇ દયાલભાઇ જાદન ગત 17મીએ નજીકમાં આવેલી વ્રજ વિહાર સોસાયટીની કચ્છ સુપર સ્ટોર નામની દુકાનમાં સામાન ખરીદી કરવા ગયાં હતાં. જ્યાં કાઉન્ટર પાસે ઉભેલાં દિનુભા શિવસિંહ રાણા (રહે. નારાયણ દર્શન સોસાયટી) નામના શખ્સ સાથે સામાન્ય બાબતે તકરાર થતાં દિનુભાએ તેના અન્ય ત્રણ સાગરિતો પ્રવિણ તેમજ અન્ય બે શખ્સો સાથે મળી તેમના પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

જોકે, તેમણે જે તે સમયે જ પોલીસ ફરિયાદ કરી હોવા છતાં 10 દિવસમાં એક પણ આરોપીની ધરપકડ થઇ શકી ન હતી. દરમિયાનમાં આજે રવિવારે તેમનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. જોકે, તેમના મૃત્યુને લઇને પરિવારજનોમાં ભારે રોષ ફાટ્યો હતો. પરિવારજનો અને તેમના સગા સંબંધોઓએ હોસ્પિટલની બહાર જ ધરણાં કરી આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની તેમજ તેમની ધરપકડ કરવાની માંગ સાથે હંગામો મચાવી મૃતદેહ ઉઠાવવાનો ઇન્કાર કર્યો હતો.

પરિવારજનોના રોષ જોઇને ભરૂચના એએસપી વિકાસ સુંઢા, એલસીબી પીઆઇ જે. એન. ઝાલા, એસઓજી પીઆઇ કે. ડી. મંડોરા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પરિવારજનોની સમજાવટ કરવા સાથે એક આરોપીને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડતાં આખરે મામલો થાળે પડ્યો હતો.

સુપર સ્ટોરમાં ખરીદી કરવા ગયેલા વૃદ્ધને માર માર્યો હતો
ભરૂચના ભોલાવ ખાતે આવેલી અલકનંદા ગેલેક્ષી ખાતે રહેતા અને વકિલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 65 વર્ષીય જશુભાઇ જાદવ 17 ડિસેમ્બરે તેમના ઘર પાસે આવેલી વ્રજ વિહાર સોસાયટી ખાતેની કચ્છ સુપર સ્ટોરમાં સામાન ખરીદી કરવા ગયા હતા. સામાન ખરીદ્યા બાદ તેઓ કાઉન્ટરના ટેબલ પર સામાન મૂકવા માટે ત્યાં ઉભેલા યુવાનને જગ્યા કરવા કહેતા યુવાને તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. દરમિયાનમાં તેણે તેના અન્ય બે ત્રણ સાગરિતો સાથે આવીને વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલાખોરો પૈકીના બે શખ્સોના નામ દિનુભા શિવસિંહ રાણા તેમજ પ્રવિણ હોવાનું માલુમ પડ્યું હતું. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું છે.

દલિત વૃદ્ધ વકીલ સાથે મારામારીના CCTVની તસવીર
દલિત વૃદ્ધ વકીલ સાથે મારામારીના CCTVની તસવીર

પોલીસની કામગીરી સામે પરિવારે સવાલો ઉઠાવ્યા 17 ડિસેમ્બરે રોજ દિનુભ રણા અને પ્રવિણભાઇ સહિત ચારથી પાંચ લોકોએ વૃદ્ધ વકીલ પર હિંસક હુમલો કર્યો હતો. જેને ભરૂચના ઝાડેશ્વરની ગ્લોબલ હોસ્પિટલ પર દલિત સમાજ દોડી આવ્યો હતો અને હોસ્પિટલની બહાર જ રોડ પર બેસી જઈને દલિત સમાજે દેખાવ કર્યાં હતા. સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ઉનડકટ અને LCB પીઆઈ ઘટના સ્થળે દોડી આવતા મૃતકના પરિવાર સહિત દલિત સમાજે પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ કર્યાં હતા અને હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી. મૃતકના પુત્રોએ એએસપી અને તપાસ અધિકારી પોલીસ અધિકારી વિકાસ સુંડાને આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાની રજૂઆતો પણ કરી હતી.

મૃતક વકીલ જશુભાઇ જાદવની ફાઈલ તસવીર
મૃતક વકીલ જશુભાઇ જાદવની ફાઈલ તસવીર
મૃતકના પરિવાર સહિત દલિત સમાજે પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ કર્યાં હતા
મૃતકના પરિવાર સહિત દલિત સમાજે પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપ કર્યાં હતા
મૃતકના પુત્રોએ એએસપી અને તપાસ અધિકારી પોલીસ અધિકારીને આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાની રજૂઆતો પણ કરી હતી
મૃતકના પુત્રોએ એએસપી અને તપાસ અધિકારી પોલીસ અધિકારીને આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાની રજૂઆતો પણ કરી હતી

વકીલોે એક મત : આરોપીઓનો કેસ નહીં લડીએ

10 દિવસ પૂર્વે થયેલા હૂમલામાં વકિલનું સારવાર વેળાં મોત થતાં પરિજનોએ હોબાળો મચાવ્યો.
10 દિવસ પૂર્વે થયેલા હૂમલામાં વકિલનું સારવાર વેળાં મોત થતાં પરિજનોએ હોબાળો મચાવ્યો.

ભરૂચમાં વકીલ પર હૂમલા બાદ તેમના મૃત્યુ થવાની ઘટનાને ભરૂચ જિલ્લા બાર એસોસિએશને વખોડી કાઢી હતી. ઉપરાંત મૃતક વકીલ જશુભાઇ જાદવના પરિવરને ન્યાય મળે તે માટે ખાસ ઠરાવ કરી નક્કી કરવામાં આવ્યું છે કે, તેમના પર હૂમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીઓના વકીલ તરીકે એસોસિએશનનો એક પણ વકીલ કેસ લડશે નહીં.

આરોપી ઝડપાયો તેની ખાતરી કરતાં મૃતદેહ સ્વીકાર્યો
પોલીસ દ્વારા રાજકિય દબાણમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવા સાથે લોકોએ હંગામો મચાવ્યો હતો. જેના પગલે પોલીસે તુરંત એક્શનમાં આવી તે પૈકીના એક આરોપીની ધરપકડ કરી હતી. જે અંગે પરિવાજનોને જણાવ્યાં છતાં તેઓ નહીં માનતાં આખરે સમાજના આગેવાનોએ પોલીસ મથકે પહોંચી ખરાઇ કરતાં આખરે મૃતદેહ સ્વીકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો