વિવાદને લઇને વિરોધ:વડોદરામાં નુપૂર શર્મા સામે રોષ, નમાઝ બાદ વિરોધ પ્રદર્શન, રસ્તા પર પોસ્ટર લગાવીને ધરપકડની માંગ

વડોદરા14 દિવસ પહેલા
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો.
  • અજાણ્યા શખસોએ નવીન જિંદલની ધરપકડના પણ પોસ્ટર ચોંટાડ્યા

મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ હવે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે. અજાણ્યા શખસોએ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા છે. આ ઉપરાંત વડોદરાના ગોરવા વિસ્તારમાં નમાઝ બાદ નૂપુર શર્મા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

ગોરવા વિસ્તારમાં નમાઝ બાદ નૂપુર શર્મા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
ગોરવા વિસ્તારમાં નમાઝ બાદ નૂપુર શર્મા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

પોલીસ તપાસ થશે કે નહી?
જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી ટીવી શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં જાહેર માર્ગ પર નૂપુર શર્માને ફોટો સાથેના પોસ્ટર રોડ પર ચોંટાડી તેમાં તેની ધરપકડની માંગણી કરવામાં આવી છે. સાથે જ નવીન જિંદાલના પણ આવા જ પોસ્ટર લગાવાયા છે. આ પોસ્ટર કોણ ચોંટાડી ગયું તે હજુ સુધી જાણી શકાયું નથી. હવે જોવું રહ્યું કે પોલીસ સીસીટીવીની મદદથી આ મામલે તપાસ કરે છે કે નહીં.

અજાણ્યા શખસોએ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્માની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા.
અજાણ્યા શખસોએ વડોદરા શહેરમાં જાહેર માર્ગ પર નૂપુર શર્માની ધરપકડના પોસ્ટર ચોંટાડ્યા.

સુરતમાં પણ થયો હતો વિરોધ
બે દિવસ પહેલા સુરતના જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ સાથે ફોટોવાળા પેમ્ફલેટ લગાડવામાં આવ્યા હતા. જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ હતી.

નવીન જિંદાલની ધરપકડના પણ પોસ્ટર ચોંટાડ્યા છે.
નવીન જિંદાલની ધરપકડના પણ પોસ્ટર ચોંટાડ્યા છે.

નૂપુરે પયંગબર સાહેબ વિરૂદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી
એક ન્યૂઝ ડિબેટમાં ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ ઈસ્લામના પયંગબર મોહમ્મદ સાહેબ પર કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેનો મુસ્લિમ સમાજ સતત વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ નુપૂર શર્માએ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. શર્મા પર મહારાષ્ટ્ર સહિત અને રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.

અજાણ્યા શખસોએ મચ્છીપીઠમાં રોડ પર પોસ્ટર ચોંટાડી દીધા.
અજાણ્યા શખસોએ મચ્છીપીઠમાં રોડ પર પોસ્ટર ચોંટાડી દીધા.

તાંદલજા કિસ્મત ચોકડી પાસે પૂતળા દહન કરતા સાતની અટકાયત કરાઈ
તાંદલજામાં આવેલી કિસ્મત ચોકડી પાસે મુસ્લિમ સમાજના લોકો દ્વારા દેખાવો કરાયા હતા. મુસ્લિમ સમાજ દ્વારા નુપૂર શર્માના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે પૂતળા દહન કરનારા વસીમ મહોમ્મદ હનીફ શેખ, ઈમરાન ગુલામ અકબર શેખ, મેમ મજીર મલેક, શોએબ સફી મહોમંદ પઠાણ, ઈરફાન વલી વોરા, અસફાક અબ્દુલ કાદર મલેક, સોનુ રિયાઝ પઠાણની અટકાયત કરી હતી.

રસ્તા પર પોસ્ટર લગાવીને ધરપકડની માંગ કરી.
રસ્તા પર પોસ્ટર લગાવીને ધરપકડની માંગ કરી.

સતત પેટ્રોલિંગ કરવાની સૂચના અપાઈ
શહેરમાં ગોરવા,નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. શહેરમાં માહોલ ન બગડે તે માટે પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા છે. જ્યારે વડોદરા પોલીસની તમામ કારના કાચ આગળ લોખંડની જાળીઓ લાગેલી છે, જે લગાવવા માટે કોઈ સૂચના નથી અપાઈ. - ડો.શમશેરસિંઘ, પોલીસ કમિશનર

અન્ય સમાચારો પણ છે...