રોષ:સુભાનપુરામાં ખુલ્લા પ્લોટ પર કચરો ઠલવાતાં લોકોનો હોબાળો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લા પ્લોટો પર કચરાના સામ્રાજ્યથી લોકો ત્રસ્ત
  • કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરે કચરો નાખતા ડમ્પરને અટકાવ્યું

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લા પ્લોટને કચરા કેન્દ્ર બનાવી રોજ કચરો ઠાલવવાના કૃત્ય સામે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. સુભાનપુરાના ખુલ્લા પ્લોટમાં નખાતા કચરા મુદ્દે લોકોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ રજૂઆતને પગલે ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટરે પહોંચી કચરો ઠલવાતાં અટકાવ્યો હતો.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વુડા, પાલિકા, ખાનગી સોસાયટીના અનેક પ્લોટ ખુલ્લા છે. આ પ્લોટોમાં કેટલાંક તત્ત્વો દ્વારા રોડાં-છારુ અને કચરો ઠલવાતો હોય છે. જે અંગે સ્થાનિક લોકોએ કોર્પોરેટર શ્રીરંગ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેને જાણ કરતાં તેઓએ દોડી આવી કચરો નાખતા ડમ્પરને અટકાવી પ્લોટની સફાઈ કામગીરી કરાવી હતી.

ઇલેક્શન વોર્ડ 9માં અમીન પાર્ટી પ્લોટ નજીક વુડા અને અન્ય કેટલીક સોસાયટી પાસે પાલિકા, વુડા તેમજ સોસાયટીના ખાનગી પ્લોટો છે. જેના પર અસામાજિક તત્ત્વોએ ડોળો છે. આ પ્લોટો પર રોડાં-છારુ સહિત કચરો નખાય છે. અગાઉ પણ ઉગ્ર રજૂઆતો કરી પ્લોટ પર ફેન્સિંગ કરવા માગ કરાઈ હતી.

સ્થાનિકોએ પણ પ્લોટોની કાળજી રાખવા પાલિકા અને વુડાને અપીલ કરી હતી તેમજ પ્લોટ અસામાજિક તત્ત્વોનો અડ્ડો કે કચરાપેટી ન બને તે માટે કોર્પોરેટર શ્રીરંગ આયરે અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ તંત્રને ધ્યાન રાખવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...