તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન મોડ:470 સ્કૂલના 80 હજારમાંથી માત્ર 28 હજાર વિદ્યાર્થીને વર્ગમાં મોકલવા વાલીઓ તૈયાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આજથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવાના હોઈ શાળા સંચાલકો દ્વારા વર્ગોમાં સફાઈ સાથેે સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી હતી. - Divya Bhaskar
આજથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવાના હોઈ શાળા સંચાલકો દ્વારા વર્ગોમાં સફાઈ સાથેે સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી હતી.
  • નવું સત્ર શરૂ થયાના 80 દિવસ બાદ આજથી સ્કૂલોમાં ધો 6 થી 8ના વર્ગ શરૂ થશે
  • 120 સરકારી સ્કૂલના 50 ટકા વાલીઓની સંમતિ : 350 ખાનગી અને ગ્રાન્ટેડ શાળામાં માંડ 20 ટકા સંમતિપત્રક મળ્યાં

2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે. શિક્ષણ સમિતિની 120 જેટલી શાળાઓમાં 50 ટકા વાલીઓની સંમતિ આપી છે. જયારે 350 ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માંડ 20 ટકા વાલીઓએ સંમતિ આપી છે. જે મુજબ 470 સ્કૂલના 80 હજાર બાળકો પૈકી 28 હજાર વિદ્યાર્થીને વર્ગમાં ભણાવવા વાલીઓએ તૈયારી બતાવી છે. ધોરણ 6 થી 8 માં 80 હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દોઢ મહિના પહેલા ઓફલાઇન મોડથી શરૂ થયેલા ધોરણ 9 થી 12 માં 50 ટકા હાજરી નોંધાઇ રહી છે.

ધોરણ 6 થી 8ની સ્કૂલો ગુરુવાર 2 સપ્ટેમ્બરથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર-જિલ્લામાં 470 જેટલી સ્કૂલોના 80 હજાર બાળકોને ઓનલાઇનમાંથી મુક્તિ મળશે. ગત સત્રમાં 18 ફેબ્રુઆરીએ શરૂ થઇ સ્કૂલો શરૂ થઇ હતી માર્ચમાં સેકન્ડ વેવ સમયે સ્કૂલો બંધ કરાઇ હતી. અત્યારે ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલી રહ્યા છે તેમાં પણ માંડ 50 ટકા હાજરી થઇ રહી છે જેથી ધોરણ 6 થી 8 માં પણ વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20 ટકા રહે તેવી શકયતાઓ છે. શાળાઓ દ્વારા વાલીઓના સંમતિ પત્રકો મંગાવવામાં આવ્યા છે જેમાં સરકારી શાળાઓમાં વધારે વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કૂલો મોકલવા માટે હા પાડી છે.

શિક્ષણ સમિતિની 120 જેટલી શાળાઓમાં 50 ટકા વાલીઓની સંમતિ આપી છે. જયારે 350 ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માંડ 20 ટકા વાલીઓએ સંમતિ આપી છે.ધો. 6થી 8ના શરૂ થનાર વર્ગોમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાળવાના રહેશે.જે તે સંસ્થાએ હેન્ડ વોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવુ પડશેે.

કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ 6થી 8ના વર્ગો ફરીવાર શરૂ કરી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને 50 ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, જેને કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે.

50 થી વધુ શાળાઓમાં એક પણ સંમતિ પત્રકો ન આવ્યા
શહેરની 50 થી પણ વધારે શાળાઓમાં ધોરણ 6 થી 8 માં વિદ્યાર્થીઓને ઓફલાઇન અભ્યાસ માટે મોકલવા માટે એક પણ વાલીઓએ સંમતિ આપી ના હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના વાલીઓ થોભો અને રાહ જુઓની નિતિ અપનાવી રહ્યા છે.

ગત સત્રમાં 18 ફેબ્રુઆરીએ શરૂ વર્ગો મહિનામાં જ બંધ થયા હતા
નવા સત્રની શરૂઆત પછી પ્રથમ વાર ધોરણ 6 થી 8 ની શાળાઓ ઓફલાઇન માધ્યમથી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના કેસ વધતાં ગત સત્રમાં 18 ફેબ્રુઆરીથી શરૂ થયેલા વર્ગો મહિનામાં જ બંધ કરવા પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...