રાજ્યમાં વિધાનસભાની ચુંટણીને લઇ આ વખતની ચૂંટણીમાં દિવ્યાંગ મતદાતા અને સિનિયર સિટીઝન મતદાતાના નામો અલગ તારવીને તેઓ પોતાના ઘરેથી જ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આગવી વ્યવસ્થા તત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ યાદી તૈયાર કરી દેવામાં તો આવી છે પરંતુ મતદાતાઓએ આ અંગે નિરસતા દાખવી હોવાનું જણાયું છે.
વડોદરા શહેરની પાંચ વિધાનસભામાં કુલ 76 હજાર જેટલા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક વિધાનસભામાં દિવ્યાંગો અને વૃદ્ધ રહે છે. તેઓ સરળતાથી પોતાના મતદાનના હક્કનો ઉપયોગ કરી શકે તે માટે એનએસએસ અને એનસીસીના કાર્યકર્તાઓ વ્યવસ્થા કરી રહ્યા છે. તમામ ઘરે પહોંચી સર્વે પણ કરી રહ્યાં છે.
જેનો આંકડો 76,570ને પાર થયો છે. તમામને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમાં ફક્ત 394 જેટલા મતદાતાઓએ જ આ પ્રકારે મતદાન માટે હામી ભરી છે. ચૂંટણી વિભાગ દ્વારા આ વર્ષે જે મતદાતાઓ મતદાનથી દૂર રહે છે તેઓ ઘરેથી જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ મતદાતાઓમાં મતદાનની અરૂચી જોવા મળી છે.
એનએસએસ અને એનસીસીના એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સૌથી વધારે સંખ્યામાં અલગ અલગ ટીમ બનાવી તમામ વિધાનસભામાં ફરી વૃદ્ધો અને દિવ્યાંગો માટેનો સર્વે કરી રહ્યાં છે. ચૂંટણી પંચે આ તમામને ફોર્મ નંબર 12 ભરાવ્યું હતું. ત્યારબાદ તેઓને પોસ્ટલ બેલેટ મોકલવામાં આવવાના હતા કે જેનાથી તેમના દ્વારા મતદાન થાય. પરંતુ તેમાં નિરસતા જોવા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.