ફાયર સેફ્ટી:શહેર-જિલ્લાની 505માંથી 3 સ્કૂલોની જ ફાયર NOC બાકી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 202 સ્કૂલોએ એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરી
  • 9 મીટરની હાઇટ ધરાવતી 300 સ્કૂલોનું સેલ્ફ ડિક્લેરેશન

શહેર-જિલ્લાની 505 સ્કૂલોમાંથી માત્ર 3 સ્કૂલોની જ ફાયર એનઓસી બાકી છે. 9 મીટરની હાઇટ ધરાવતી 300 સ્કૂલોએ સેલ્ફ ડિક્લેરેશન કર્યું છે. 192 જેટલી સ્કૂલોને એનઓસી આપી દેવામાં આવી છે, જ્યારે 10 સ્કૂલોની એનઓસી અત્યારે પ્રોસેસમાં છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષ ઉપરાંતથી સ્કૂલોમાં ફાયર એનઓસી મુદ્દે સતત પરિપત્ર કરીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને તાકીદ કરાઈ રહી છે ત્યારે ફાયર એનઓસી માટેની પ્રક્રિયા હવે પૂર્ણતાને આરે છે. છેલ્લા એક વર્ષથી ફાયર એનઓસીની પ્રક્રિયા સ્કૂલો દ્વારા કરવામાં આવી રહી છે, જે લગભગ પૂર્ણતાના આરે છે.

હજુ શહેર-જિલ્લાની 3 જેટલી સ્કૂલોમાં એનઓસીની કોઇ પ્રક્રિયા કરાઇ નથી. શહેર-જિલ્લાની 505 જેટલી સ્કૂલોમાં કાર્યવાહી માટે ઘણા લાબા સમયથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાકીદ કરવામાં આવતી હતી. જોકે આખરે પ્રક્રિયા પૂર્ણતાના આરે આવી ગઇ છે. શહેર-જિલ્લામાં 300 જેટલી સ્કૂલો એવી છે કે જે 9 મીટરની હાઇટ ધરાવે છે. જેના સરકારે જાહેર કરેલી છૂટ પ્રમાણે પોતાના સ્તરે ફાયર સેફટીનાં સાધનો વસાવીને સેલ્ફ ડિક્લેરેશન કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે સ્કૂલો દ્વારા સેલ્ફ ડિક્લેરેશન કરી દેવામાં આવ્યું છે.

3 હજાર શિક્ષકોને રૂા. 7 કરોડ ચૂકવાયા
છેલ્લા 9 મહિનાથી 3 હજાર જેટલા શિક્ષકોના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં હક્ક રજાના નાણાં, એલટીસીનાં બાકી નાણાં તથા છઠ્ઠા પગાર પંચના પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો અને 7 કરોડ જેટલું એરિયર્સ ચૂકવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...