વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટી પર્પઝ વર્કરની કાયમી ભરતી માટે 27,549 ઓનલાઈન અરજીઓ આવી હતી. જેમાંથી 8,462 અરજીઓને અનેક કારણે રદ કરાઇ છે. ફેબ્રુઆરી 2022માં પાલિકાએ વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર જુ. ક્લાર્ક, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટી પર્પઝ વર્કરની કાયમી ભરતીનું આયોજન કર્યુ હતું. જેમાં હજારો ઓનલાઇન અરજી મળી હતી. 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં પરીક્ષાનું આયોજન ના થતાં સવાલો ઉભા થયા છે.
પાલિકાએ 4 પોસ્ટ માટેની ભરતીમાં રદ કરેલી અરજીઓની યાદી વેબસાઈટ પર મૂકી છે. વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટી પર્પઝ વર્કર માટેની 85 ખાલી જગ્યા પર 27,549 અરજી પૈકી 19087 યોગ્ય જ્યારે 8462 અરજી રદ થઇ છે. ડે. મ્યુ. કમિશનર હસમુખ પ્રજાપતિ મુજબ રદ અરજીઓમાં શૈક્ષણિક લાયકાતનો અભાવ, અધુરી વિગતો, પેમેન્ટ ના કર્યુ, ઉંમરનો બાધ, અનુભવની મહિતીનો અભાવના કારણો હતાં.
વિવિધ પદો માટે આટલી અરજીઓ આવી | ||||
પદ | ખાલી જગ્યા | કુલ | યોગ્ય | રદ્દ |
મલ્ટી પર્પઝ વર્કર | 68 | 17885 | 14356 | 3529 |
સબ સેનેટરી ઇન્સ્પેકટર | 10 | 5566 | 4077 | 1493 |
વોર્ડ ઓફિસર | 4 | 1789 | 169 | 1298 |
રેવન્યુ ઓફિસર | 7 | 2309 | 167 | 2142 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.