તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ધો.12ના વડોદરાના 26 હજાર વિદ્યાર્થીઓ પૈકી 10 હજારને MSUમાં પ્રવેશ નહીં મળે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • માસ પ્રમોશનના કારણે MSUમાં પ્રવેશની વિકટ સ્થિતિ ઉભી થશે

રાજ્ય સરકારે ધોરણ 12 નો મંગળવારે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો બુધવારે માસ પ્રમોશનની જાહેરાત કરવી પડી હતી. માસ પ્રમોશનના કારણે એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશની ગંભીર કટોકટી સર્જાશે કોમર્સ ફેકલ્ટીમાં 8 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ મળે શકે જયાકે સાયન્સમાં બે હજાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહશે. હોમ સાયન્સ ફેકલ્ટીમાં પણ 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે.

એમ.એસ. યુનિ.માં માસ પ્રમોશનથી પ્રવેેશની વિકટ સ્થિતી ઉભી થવાની છે. ધોરણ 12 માં 26 હજાર વિદ્યાર્થીઓ વડોદરા શહેરમાં નોંધાયા છે. જેમાંથી 8 હજાર વિદ્યાર્થીઓ સાયન્સના અને 18 હજાર વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના છે.

.સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં વધારેમાં વધારે 8 હજાર વિદ્યાર્થીઓને સમાવેશ કરવાની ક્ષમતા છે. જેની સામે ધોરણ 12 માં 18 હજાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માસ પ્રમોશન મેળવશે જેમાંથી 2 હજાર વિદ્યાર્થીઓ આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી લેશે. જોકે કોમર્સના 16 હજાર વિદ્યાર્થીઓમાંથી માત્ર 8 હજાર વિદ્યાર્થીઓને જ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં સમાવેશ કરી શકાશે જેથી સીધે સીધા 8 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે નહિ. સાયન્સ ફેકલ્ટીની કેપેસીટી 1500 થી 2 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાની છે. જેની સામે ધોરણ 12 સાયન્સમાં 8 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે.

તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ શક્ય નથી
તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ તો શકય નથી. પરંતુ રાજય સરકાર જે પણ ગાઇડન્સ આપશે તે પ્રમાણે યુનિવર્સિટી પ્રવેશ કાર્યવાહી કરશે. ધોરણ 12 માં પરિણામ જાહેર કરવામાં પોલીસી બનશે અને ત્યારબાદ પરિણામ જાહેર થશે તેના આધારે પ્રવેશ કાર્યવાહી થશે. > કે.એમ.ચુડાસમા, રજીસ્ટ્રાર, MSU

અન્ય સમાચારો પણ છે...