તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનુ સંક્રમણ:કોરોનાના 1 માસમાં 2246 કેસ પૈકી 247 દર્દી 20 વર્ષ સુધીના, સ્કૂલો શરૂ થઈ છે ત્યારે બાળકોએ સજાગ રહેવું જરૂરી

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 1 મહિનામાં મહિલા કરતાં પુરુષો બમણા સંક્રમિત

કોરોનાના મંગળવારે 52 કેસ આવતાં કુલ આંક 23,566 પર પહોંચ્યો હતો. 69 દર્દી સાજા થતાં કુલ 22,650 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા છે. બીજી તરફ છેલ્લા એક મહિનાના જે કેસો આવ્યા છે તેમાં 61થી 70ની વય જૂથમાં નવા કેસનું પ્રમાણ ઘટ્યું છે, જોકે અત્યાર સુધીમાં સત્તાવાર રીતે સૌથી વધુ મોત આ વયજૂથમાં નોંધાયા છે.

એક મહિનામાં કુલ 2246 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા, જેમાં 20 વર્ષ સુધીનાં 247 બાળકો અને કિશોર કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. અત્યાર સુધી 15,293 પુરુષો અને 8,273 મહિલાઓને કોરોના થઇ ચૂક્યો છે. જેમાં 2 જાન્યુઆરી બાદ 1,494 પુરુષો કોરોનાગ્રસ્ત થયા છે, જ્યારે મહિલાઓની સંખ્યા તેનાથી લગભગ અડધી એટલે કે 752 છે. પુરુષો ઘરની બહાર વધુ રહેતા હોવાથી ઝડપથી સંક્રમિત થાય છે. આ ટકાવારી 2 મહિના અગાઉ 47 ટકાની આસપાસ હતી. છેલ્લા 24 કલાકમાં એકપણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો