કામગીરી:વડોદરા મહાનગરપાલિકાની અંતિમ સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવેલા 20 કામો પૈકી 15 કામોને મંજુરી મળી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે વડોદરા ખાતે શિક્ષણ સમિતિ ની અંતિમ સામાન્ય સભા યોજાઇ હતી. - Divya Bhaskar
આજે વડોદરા ખાતે શિક્ષણ સમિતિ ની અંતિમ સામાન્ય સભા યોજાઇ હતી.
  • આ અંતિમ સ્થાયી સમિતિની બેઠક વિવાદો સાથે પૂરી થઇ હતી

વડોદરા મહાનગરપાલિકાની શુક્રવારે અંતિમ સ્થાયી સમિતિની બેઠક વિવદો સાથે પૂરી થઇ હતી. બેઠકમાં રજૂ કરવામાં આવેલા 20 કામો પૈકી 15 કામોને મંજુર કરવામાં આવ્યા હતા. રસ્તો બનાવવાનું કામ મુલતવી થતા આર.એસ.પીના નગરસેવક સ્થાયી સમિતિની ચેમ્બરમાં ધરણા પર બેસી ગયા હતા.

શુક્રવારે સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળી હતી
વડોદરા શહેરના વિકાસ કાર્યોની ચર્ચા વિચારણા અને નિર્ણય હેતુ પાલિકા દ્વારા સ્થાયી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવે છે. શુક્રવારે સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળી હતી. જેમાં રજૂ કરવામાં આવેલા 20 કામો પૈકી 15 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે નવો રસ્તો બનાવવાનું કામ મુલતવી રહેતા આર.એસ.પી.ના કાઉન્સીલર રાજેશ આયરે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.

જો તેઓ સાબિત કરી બતાવે તો હું રાજનીતિ છોડવા તૈયાર છું
ડીમોલેશનનીં કામગીરીમાં નાણાકીય મર્યાદા વધારવા થતા થર્ડ પાર્ટી ઇન્સ્પેકસનનો બાધ દૂર કરવાનું કામ નામંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે પાલિકામાં ખાલી જગ્યાની ભરતી પ્રક્રિયાનું કામ પરત મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાત સી .કે. પ્રજાપતિ સ્કુલથી લક્ષ્મીપુરા સુધીનો રસ્તો બનાવવાનું કામ મુલતવી રાખવામાં આવતા કાઉન્સીલર રાજેશ અત્યારે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. તદુપરાંત તાંદળજા વિસ્તારમાં અને માંજલપુર વિસ્તારમાં વરસાદી ગટર અને નવી ડ્રેનેઝ લાઈન નાખવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. જ્યારે કોંગી નગરસેવિકા અમીબેન રાવતે ચેરમેન સતિષભાઈ પટેલ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા. તેઓના ભ્રષ્ટાચારના આક્ષેપોને ફગાવતા સ્થાયી સમિતિના ચેરમેન સતિષ પટેલે જણાવ્યું હતું કે, જો તેઓ સાબિત કરી બતાવે તો હું રાજનીતિ છોડવા તૈયાર છું. આમ વિવાદ સાથે પાલિકાની અંતિમ સ્થાયી સમિતિની બેઠક સંપન્ન થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...